મુંબઈ
અભિનેત્રી સાન્યા મલ્હોત્રા છ વર્ષ પહેલા દંગલ ફિલ્મમાં બબિતાનો રોલ ભજવી વાહવાહી મેળવી લીધી હતી. એ પછી તેણે પાછુ વળીને જાેયું નથી. સતત મોટી ફિલ્મો તે કરી રહી છે. સોશિયલ મિડીયા પર ગમે ત્યારે ગમે તેને ટ્રોલ કરી નાંખવામાં આવતા હોય છે. સાન્યા કહે છે મને સોશિયલ મિડીયા પર કેમ વર્તવું તે ખુબ સારી રીતે આવડી ગયું છે. અહિ જે પ્રતિક્રિયાઓ મળતી હોય છે તેમાં નેગેટિવ કોમેન્ટ્સ પણ ભરપુર હોય છે. પરંતુ હું આવી નકારાત્મક પ્રતિક્રિયાઓને ગણકારતી જ નથી. પણ તમારી ટેલેન્ટ દર્શાવવા અને તમારા મનની વાત કરવા માટે સોશિયલ મિડીયા સબળ માધ્યમ છે. અહિ આવતી તમામ પોસ્ટ સાથે તુલના કરીને દુઃખી ન થવું. એક વાત સ્પષ્ટ છે કે બોલીવૂડમાં તમે ફિલ્મી પરિવારમાંથી આવો છો કે કેમ તે મહત્વનું નથી. તમારા હુન્નરને પગલે તમને કામ મળે છે. સાન્યાની ઇચ્છા નૃત્યને લગતી કોઇ ફિલ્મમાં કામ કરવાની પણ છે. તેની આગામી ફિલ્મોમાં મિનાક્ષી સુન્દરેશ્વરી, લવ હોસ્ટેલ, હિટ સહિતની ફિલ્મો છે.