વંથલી માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા વંથલી ખાતે ધારાસભ્ય શ્રી નું કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. વંથલી વિસ્તારના લોકો ના કામ સરળતા થી થઇ શકે તેવા હેતુ થી તેમજ વિવિધ સરકારી યોજનાઓ અને સરકારી કચેરીઓના કામ કાજ થઈ શકે તેવા હેતુ થી વંથલી ડો.આંબેડકર ચોક ખાતે આજે ધારાસભ્ય શ્રી ના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ તકે વંથલી તાલુકાના અનેક કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા .આ કાર્યાલયના કામકાજ દિવસો દરમિયાન ધારાસભ્ય શ્રી ના પ્રતિનિધિ તરીકે રમેશભાઈ વાણવી ને કાર્યાલય સંભાળવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે માણાવદર શહેર બાદ વંથલી શહેરમાં કાર્યાલય ખુલતા કાર્યકરો અને મતદારોમાં એક નવી આશા જાગી છે કે સરકારી કામકાજ માટે તેમજ વિવિધ યોજનાઓ ના લાભ લેવા માટે સરકારી કચેરીના ઓછા ધક્કે કામ થશે તેવો શુભ સંદેશ ફેલાયો હતો.
રીપોર્ટ હાર્દિક વાણીયા વંથલી


