Gujarat

જામનગર જીજી હોસ્પિટલમાં એક ખાટલામાં બે બાળદર્દીઓને સારવાર આપવી પડે તેવી સ્થિતિ

જામનગર
સામાન્ય રીતે તો આપને બધા જાણીએ છીએ કે, ફેબ્રુઆરીમાં ઠંડી પડતી હોય છે. પરંતુ, ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં જ લોકો આકરી ગરમી અને મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ઋતુમાં થયેલા આ ફેરફારની અસરના કારણે બાળકોમાં વાઈરસજન્ય રોગચાળાના પ્રમાણમાં પણ તોતિંગ વધારો થયો છે. તબીબનું માનીએ તો જામનગરમાં આ પ્રમાણ પાછલાં ત્રણ વર્ષોની સરખામણીમાં ૨૦૦ ટકાથી વધુ જાેવા મળી રહ્યું છે. બાળદર્દીઓની સંખ્યામાં વધારો થતાં જીજી હોસ્પિટલમાં તાબડતોડ વધારાના બેડ અને સ્ટાફની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. વાઈરસજન્ય રોગચાળાથી પોતાનાં બાળકોને દૂર રાખી શકાય તે માટે તબીબ દ્વારા વાલીઓને ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *