Delhi

આ બે પક્ષોના કોર્પોરેટરોએ મધરાત્રે હાથાપાઈ કરી?.. તમામ મર્યાદાઓ પણ કરી દીધી પાર

નવીદિલ્હી
દિલ્હીમાં જ્યારે લોકો મધરાતે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે એમસીડી સદનમાં કોર્પોરેટરો એક બીજા સાથે છૂટ્ટા હાથની મારીમારી કરી રહ્યા હતા. મેયર ચૂંટણી બાદ સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણીમાં તમામ મર્યાદાઓ પાર થતી જાેવા મળી. બોટલો ફેંકાઈ, હાથાપાઈ થઈ. થાકીને કોર્પોરેટરો સૂઈ પણ ગયા પરંતુ ચૂંટણી થઈ શકી નહીં. આખરે સ્થાયી સમિતિનું એવું તે શું મહત્વ છે જેના માટે આ સ્થિતિ ઊભી થઈ ગઈ. શું મેયર કરતા પણ વધુ પાવર હોય છે? સ્ઝ્રડ્ઢ હાલ ખુબ ચર્ચામાં છે. સદનમાં ગત આખી રાત હોબાળો જાેવા મળ્યો. અંગ્રેજીમાં સ્થાયી સમિતિને સ્ટન્ડિંગ કમિટી કહે છે. આખરે દિલ્હી એમસીડીની સ્ટેન્ડિંગ કમિટી કેટલી મહત્વપૂર્ણ હોય છે, જેની પસંદગી માટે મેયરની ચૂંટણીથી પણ વધુ ડ્રામા જાેવા મળ્યો. આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરોએ એકબીજા પર પાણીની બોટલો ફેંકી. સૌથી પહેલા એ જાણો કે સ્થાયી સમિતિના છ સભ્યોની પસંદગી થવાની હતી. દિવસમાં મેયર અને ડેપ્યુટી મેયરના પદ પર આપના શૈલી ઓબેરોય અને આલે મોહમ્મદે જીત નોંધાવી. સાંજે જ્યારે સદનની કાર્યવાહી શરૂ થઈ તો મોબાઈલ ફોન મતદાન કેન્દ્રની અંદર લઈ જવા પર ભાજપના કોર્પોરેટરોએ આપત્તિ નોંધાવી અને પછી રાતભર નારેબાજી અને શોરબકોર જાેવા મળ્યો. આજે સવાર સુધી આ ચૂંટણી થઈ શકી નહીં અને કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરવામાં આવી. એમસીડી અને મેયરનો પાવર જાણો.. સ્થાયી સમિતિને જાણતા પહેલા એ જાણો કે મેયર શું કામ કરે છે અને મેયરને શું પાવર હોય છે. સ્ઝ્રડ્ઢ જન્મ પ્રમાણપત્ર, મૃત્યુ પ્રમાણપત્ર, સંપત્તિ કર, બિલ્ડિંગ પ્લાન, સ્વચ્છતા, મચ્છરોની રોકથામ, રસ્તાઓ પર રખડતા પશુઓ જેવી સુવિધાઓ અને સમસ્યાઓના સમાધાન માટે કામ કરે છે. દિલ્હી નગર નિગમના પ્રમુખ મેયર હોય છે પરંતુ ફક્ત નામના. જી હા…કોર્પોરેશનના હેડ તરીકે મેયરને ખુબ સિમિત પાવર મળે છે જેમાંથી સૌથી પ્રમુખ છે સદનની બેઠક બોલાવવી. સ્ટેન્ડિંગ કમિટી શું મેયર કરતા વધુ શક્તિશાળી?.. વાસ્તવમાં દિલ્હી એમસીડીમાં સ્ટેન્ડિંગ કમિટી જ સાચા અર્થમાં પ્રભાવી રીતે કોર્પોરેશનના કામકાજ અને મેનેજમેન્ટ કરે છે. જેમ કે અહીં સ્થાયી સમિતિ પ્રોજેક્ટ્‌સને નાણાકીય મંજૂરી આપે છે. નીતિઓ લાગૂ કરતા પહેલા ચર્ચા, તેને અંતિમ સ્વરૂપ આપવામાં પણ સ્થાયી સમિતિની ભૂમિકા મહત્વની હોય છે. એમ સમજાે કે એમસીડીની આ મુખ્ય ડિસિઝન મેકિંગ બોડી એટલે કે ર્નિણય લેનારો સમૂહ હોય છે. તેમાં ૧૮ સભ્યો હોય છે. કમિટીમાં એક ચેરપર્સન અને ડેપ્યુટી ચેર પર્સન હોય છે. તેમને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોમાંથી પસંદ કરાય છે. કોઈ પણ રાજકીય પક્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં સ્પષ્ટ બહુમત હોવો ખુબ મહત્વ ધરાવે છે. તેનાથી પોલીસી અને નાણાકીય ર્નિણયો લેવામાં સરળતા રહે છે. નિગમ ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે જ્યારે મેયર માટે બોલાવવામાં આવેલી બેઠક આખી રાત ચાલી. સ્થાયી સમિતિની ચૂંટણી મહત્વપૂર્ણ બની ગઈ. કારણ કે આપે ૬ પદ પર ચાર ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે ભાજપે ૩ ઉમેદવાર ઉતાર્યા હતા. ભાજપના જાે ૩ ઉમેદવાર જીતે તો તે અધ્યક્ષ માટે ફાઈટમાં આવી જશે. આવામાં આમ આદમી પાર્ટીની એ કોશિશ રહેશે કે તેમના ખાતામાં ચાર પદ આવી જાય અને ભાજપ ૩ પદ જીતવા ઈચ્છશે. મેયર ચૂંટણી બાદ છ સભ્યો એમસીડી હાઉસમાં સીધા પસંદગી પામે છે. દિલ્હીમાં એમસીડી ૧૨ ઝોનમાં વહેચાયેલી છે. દરેક ઝોનમાં એક વોર્ડ કમિટી હોય છે. જેમાં ક્ષેત્રના તમામ કોર્પોરેટરો અને નામિત એલ્ડરમેન સામેલ હોય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ઝોન પ્રતિનિધિો પણ હોય છે. આજ કારણ છે કે ભાજપ અને આપે સ્થાયી સમિતિના સભ્યોની પસંદગી પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી લીધો. જાે ભાજપ હારે તો તેની પાસે દિલ્હીમાં લોકલ લેવલ પર કશું વધશે નહીં. જાે ભાજપ સ્થાયી સમિતિમાં પોતાનો દબદબો બનાવવામાં સફળ થાય તો તે હારીને પણ એમસીડીમાં જીતી જશે. આથી ૧૬ કલાક સુધી આખી રાત એમસીડી સદનમાં હોબાળો મચ્યો.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *