Gujarat

૧૫ મી ગુજરાત વિધાનસભાના બીજા સત્રના શુભારંભે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધનની મહત્વની બાબતો

ગાંધીનગર
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત અત્યાર સુધીમાં ૬૩.૪૯ લાખ ખેડૂતોના બેંક ખાતામાં કુલ ૧૨,૫૩૪.૨૬ કરોડ રૂપિયા સીધા જ જમા થયા.
મત્સ્યયોગના વિકાસ માટે યુરોપીય યુનિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે માંગરોળ અને નવા બંદરમાં માછીમારી માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. માઢવાડ, સુત્રાપાડા, વેરાવળ અને અન્ય બંદરો તથા ૩૩ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર ખાતે પણ આવી કામગીરી હાથ ધરવામાં આવી છે.
જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આરંભ કર્યો હતો. ગુજરાતમાં ૭૧ લાખ પરિવારોના ૩.૪૭ કરોડ સભ્યો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
રેશનકાર્ડનું ભારત સરકારની એપ્લિકેશન ડ્ઢૈખ્તૈન્ર્ષ્ઠાીિ સાથે સંકલન કરાયું હોવાથી રેશનકાર્ડધારકો ઘેર બેઠા મોબાઈલ પર રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકે છે, તથા સ્અ ઇટ્ઠંર્ૈહ મોબાઈલ એપ્લિકેશન મારફતે રેશનકાર્ડને લગતી વિવિધ સેવાઓ સરળતાથી ઑનલાઇન મેળવી શકે છે.
ગુજરાતમાં અત્યારે ૩૬ મેડિકલ કોલેજ કાર્યરત છે. ગયા વર્ષે અંડર ગ્રેજ્યુએશન કોર્સ એમબીબીએસમાં સીટો ની સંખ્યા ૫૭૦૦ હતી, તે આ વર્ષે વધીને ૬,૩૫૦ થઈ છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સીટોની સંખ્યા ગયા વર્ષે ૧,૯૫૧ હતી, તે વધીને ?૨૦૬૫ થઈ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ માટે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧કરોડ, ૬૭ લાખ લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતની ૨,૮૧૧ હોસ્પિટલનો આ યોજનાનો લાભ આપવા આગળ આવી છે.
ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવા અને લોકજાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક પરીક્ષણ કીટ વિકસાવવામાં આવી છે. આવી કીટ ધરાવતું ગુજરાત સમગ્ર દેશમાં સૌપ્રથમ રાજ્ય છે.
ર્ંહી દ્ગટ્ઠંર્ૈહ, ર્ંહી ડ્ઢૈટ્ઠઙ્મઅજૈજ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના તમામ તાલુકાઓમાં ડાયાલિસિસની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના ઃ ગુજરાતના ૩૩ જિલ્લા, ૨૪૭ તાલુકા અને ૧૮,૧૮૭ ગામોને સો ટકા હર ધર જલ ઘોષિત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૧૬ વર્ષોમાં ખેડૂતોના વીજ દરોમાં કોઈ જ વૃદ્ધિ કરવામાં આવી નથી.
ગુજરાત પ્રદૂષણમુક્ત બિન પરંપરાગત ઊર્જા ઉત્પાદનને વિશેષ મહત્વ આપી રહ્યું છે. આ ક્ષેત્રમાં ગુજરાતે ૧૯,૩૩૩ મેગાવૉટની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે.
મધ્યાન ભોજન યોજનાને હાલમાં ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના’-‘પ્રધાનમંત્રી પોષણ યોજના’ એવું નવું નામ આપવામાં આવ્યું છે.
ભારત સરકાર દ્વારા ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત સરકારે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૬ નગરપાલિકાઓના વિસ્તારમાં આવેલી ધાર્મિક સંસ્થાઓને; તેની મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી છે.
રાજ્યના વિવિધ યાત્રાધામોમાં ૪,૩૩૭ કિલોવૉટની ક્ષમતાના સોલાર રૂફટોપની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આથી વાર્ષિક ૬૩.૩૨ લાખ વીજ યુનિટ ઉત્પન્ન થશે અને અંદાજિત રૂપિયા ૩૧૬.૬૦ લાખની વીજ બચતની સંભાવના છે.
સિંધુ દર્શન યોજના અંતર્ગત લેહ-લદાખ ખાતે સિંધુ નદીની દર્શનયાત્રાએ જનાર ગુજરાતીઓને; પ્રતિ વર્ષ વધુમાં વધુ ૩૦૦ યાત્રિકોને યાત્રિક દીઠ ?૧૫,૦૦૦ ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૮૪૬ યાત્રિકોએ લાભ લીધો છે.
કટોકટીના સંજાેગોમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ૨૧ માર્ચ ૨૦૨૨ થી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય એપ્રેન્ટિસ પૉર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં દેશમાં પ્રથમ ક્રમે છે. ૩૨,૭૯૨ એકમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
વર્ષ ૨૦૨૧ માં સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે. એમઓએસપીઆઈના સર્વે અનુસાર ભારતના બેરોજગારીના દર ૪.૨% સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર ૨.૨% જ છે.
ઈ-શ્રમ પોર્ટલ પર તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં સેલ્ફ રજીસ્ટ્રેશન તથા ઉમંગ એપ્લિકેશનના માધ્યમથી ૯૧ લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી થઈ છે.
ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં કરોડરજ્જુ સમાન તાલુકા પંચાયતના વહીવટી વડા એવા તાલુકા વિકાસ અધિકારીની ૧૦૦ ટકા જગ્યાઓ પ્રથમવાર ભરવામાં આવી છે. આ એક ઐતિહાસિક પગલું ગણી શકાય.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘરો માટે બાંધકામ ઝડપથી હાથ ધરવાનો ર્નિણય કરીને જરૂરી સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવી છે.
જિલ્લા અને તાલુકા પંચાયતના રેકોર્ડના ડિજિટલાઈઝેશન અંતર્ગત છેલ્લા સાત મહિનામાં ૩૩ જિલ્લાઓમાં ચાર લાખ ફાઈલોના ૭ કરોડ પૃષ્ઠો ડિજિટલ કરવામાં આવ્યા છે.
વીજ બીલ બચાવવા રાજ્યના ૧,૪૮૪ ગ્રામ પંચાયત ભવનો, ૩૭ તાલુકા પંચાયત ભવનો અને ૬ જિલ્લા પંચાયત ભવનો પર સોલાર રૂફટોપ નખાયા છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા ૫,૭૨૮ કિલોવૉટ છે. ભવિષ્યમાં તમામે તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને સોલાર રૂફટોપ સિસ્ટમથી આવરી લેવામાં આવશે.
જીએસટી રજીસ્ટ્રેશન, ઑનલાઇન રજીસ્ટ્રેશન-ફેસલેસ સર્વિસિસ, ભાગીદારી પેઢી (આરઓએફ) નું એક દિવસમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન, વ્યવસાય વેરાનું એક દિવસમાં રજીસ્ટ્રેશન, ઈ-નિવારણમાં વેપારીઓની ઑનલાઈન ફરિયાદ સ્વીકૃતિ અને નિવારણ તથા ફેસલેસ અને પારદર્શક સેવા આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
ગુજરાતમાં વર્ષ ૨૦૦૩ ની ગણતરી પ્રમાણે વનવિસ્તાર બહાર ૨૫ કરોડ, ૧૦ લાખ વૃક્ષો હતા. તે વધીને વર્ષ ૨૦૨૧ ની ગણતરી મુજબ ૩૯ કરોડ, ૭૫ લાખ થયા છે. વર્ષ ૨૦૧૭ ની તુલનામાં વર્ષ ૨૦૨૧ ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન આચ્છાદિત ક્ષેત્રમાં ૧૬૯ ચો. કિ.મી.નો વધારો નોંધાયો છે.
કૌટુંબિક વિવાદોનું નિવારણ કોર્ટની બહાર થાય એવા આશયથી એક વ્યવસ્થા ઊભી કરવાના ભાગરૂપે, વિવાદો નિવારણ માટે તથા સુલેહ માટે ‘ફેમિલી ફર્સ્ટ- સમજાવટનું સરનામું’ યોજનાના અમલ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *