જામનગર
જામનગર શહેરમાં અઢી વર્ષ પૂર્વે જેના નામની ધાક હતી તે જયેશ માફિયાના નેટવર્કને પોલીસે સાફ કરી નાખ્યું છે જાેકે, જયેશ પટેલથી ત્રાહિત વ્યક્તિઓ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને સમયે સમયે ચોકાવનારા ઘટસ્પોટ કરી રહ્યા છે. એક સમયે જયેશ પટેલ સાથે વ્યવસાય કરનાર જીતેન્દ્ર ગોરિયા હવે મેદાનમાં આવ્યાં છે. પોતાની સાથે જયેશ પટેલે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની અને પોતાનું નામ ખોટી રીતે ખંભાલીયા- આરાધનાધામની ફાયરીંગની ઘટનામાં લેવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ આરોપને સુપ્રીમ કોર્ટે પણ ગ્રાહ્ય ન રાખી પોતાને ખોટી રીતે આ પ્રકરણમાં ફીટ કરવામાં આવતો હોવાનો પણ ગોરીયાએ આક્ષેપ કર્યો છે. બીટ કોઈન કૌભાંડમાં જયેશ પટેલે કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોવાની સાથે સાથે વધુ એક વખત હાલારના મોટા રાજકીય નેતાગીરીનું જયેશને સમર્થન હોવાનો આક્ષેપ પણ ગોરીયાએ કર્યો છે. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે ભૂતકાળમાં ભૂમાફિયા જયેશ પટેલની સાથે જમીન લેતીદેતીના વ્યવસાય કરી ચૂકેલ લાલા ગોરિયાએ ગઈકાલે પત્રકાર પરિષદ યોજી ખુલીને સામે આવી સણસણતા આક્ષેપ કર્યા છે. જયેશ પટેલે મારી સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી છે એમ કહી લાલા ગોરિયાએ પુરાવારૂપે એક ઓડિયો પણ સામે રાખ્યો હતો. જેમાં લાલા ગોરીયા અને જયેશ પટેલ વચ્ચે થયેલ ૧૬ કરોડના જમીન સોદાની વાતચીત થતી હોવાનું સામે આવ્યું છે. જીતુ ગોરીયાએ જણાવ્યું હતું કે, અમે લડી લઈએ એવા છીએ. મારું મર્ડર થાય તો જ હું કહું છું કે જયેશ અને તેની પત્ની, ભાઈ અને સાગરિત તેમજ રાજકીય નેતા તેનું વીડીયો ગ્રાફી વગેરે કરીને મેં પુત્ર અને એક મિત્રને આપેલું છે. તેમ જીતુ (લાલાભાઈ) ગોરીયાએ જણાવી પોતે અગામી દિવસોમાં વાતચીતના રેકોર્ડીંગ વીડીયોગ્રાફી રજુ કરશે. તેમ ઉમેર્યું હતું.