પટણા
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું છે કે લોકસભા ચુંટણી ૨૦૨૪માં કોંગ્રેસ છોડી તમામ વિરોધ પક્ષ ભાજપનો મુકાબલો કરવા માટે એક થઇ રહ્યાં છે તેમણે કહ્યું કે કોંગ્રેસે હજુ સુધી આ સંબંધમાં કોઇ પહેલ કરી નથી. વિરોધ પક્ષ ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં ભાજપને કેન્દ્રથી હટાવવા માટે દ્ઢ છે પરંતુ કોંગ્રેસ કોઇ યોગ્ય પ્રયાસ કરી રહી નથી હું કોંગ્રેસને વિરોધ પક્ષ એકતાનું નેતૃત્વ કરવાની વિંનતી કરૂ છું. તેજસ્વીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનો દેશમાં ભાજપની સાથે સીધો મુકાબલો છે આ સાથે જ તેને ક્ષેત્રીય પક્ષોને પણ તે રાજયોમાં ડ્રાઇવિંગ સીટ પર રહેવાની મંજુરી આપવી જાેઇએ જયાં તે મજબુત છે.વિરોધ એકતા માટે ગ્રૈંડ પુરાની પાર્ટીને વધુ વિલંબ કરવો જાેઇએ નહીં આ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે અમે (કોંગ્રેસ) અને આપ (નીતીશકુમાર,તેજસ્વી યાદવ અને દેશના અન્ય વિરોધ પક્ષ)ની એક જ ઇચ્છા છે કે આપણે ભાજપને તોડી પાડીએ.તમામ એક જ તરફ છે પરંતુ પહેલુ પગલુ ઉઠાવવા માટે એક બીજાની રાહ જાેઇ રહ્યાં છે. એ યાદ રહે કે તેજસ્વી યાદવે તાજેતરમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનની મુલાકાત કરી હતી તેમણે તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખ રાવની મુલાકાત કરવાની પણ યોજના બનાવી હતી પરંતુ તેલંગણામાં આદર્શ આચાર સંહિતા લાગુ થવાને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. જયારે આ પહેલા બિહારમાં મહાગઠબંધનની સરકાર બનાવ્યા બાદ મુખ્યમંત્રી નીતીશકુમાર ગત વર્ષ દિલ્હીમાં ત્રણ દિવસ રોકાયા અને વિરોધ પક્ષની એકતા માટે સોનિયા ગાંધી,રાહુલ ગાંધી સીતારામ યેટુરી,ડી રાજા અખિલેશ યાદવ અરવિંદ કેજરીવાલ ઓમ પ્રકાશ ચૌટાલા સહિત અનેક નેતાઓની મુલાકાત કરી હતી.
