Gujarat

અમદાવાદમાં યોજાઈ ત્રીજી વર્લ્ડ ટેક્ષટાઈલ કોન્ફરન્સ – કેન્દ્રિય કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ત્રીજી વર્લ્ડ ટેક્ષટાઈલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, સૌથી જૂના ઉદ્યોગ એવા આ ટેક્ષટાઈલ ઉદ્યોગે સમય સાથે કદમ મિલાવી અદ્યતન ટેકનોલોજી દ્વારા વર્લ્ડ માર્કેટમાં આગવું સ્થાન મેળવ્યું છે.
કેન્દ્રિય કાપડ રાજ્યમંત્રી મંત્રી દર્શનાબહેન જરદોશની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યો અને વિશ્વના દેશોના કાપડ ઉદ્યોગકારો સહભાગી થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી પટલે ટેક્ષટાઈલ ઉદ્યોગો સહિતના ઉદ્યોગોને પર્યાવરણ જાળવણીનો ખ્યાલ રાખીને વિકાસ માટે પ્રેરક અનુરોધ કર્યો હતો.
વિકાસની ગતિ – પ્રગતિનો જે માર્ગ આદરણીય વડાપ્રધાન ના માર્ગદર્શનમાં વિકાસની રાજનીતિથી આપણે કંડાર્યો છે તે હવે એક નવો અધ્યાય બની ગયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટની જે શૃંખલા શરૂ કરાવી તેના પરિણામે વિશ્વભરના ઉદ્યોગકારો- વેપારકારો માટે ગુજરાતમાં વૈશ્વિક તકો ખુલી છે.
એટલું જ નહીં આજે વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદ પણ ગુજરાત બની ગયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીના દીશા દર્શનમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બની ગયું છે. અને કોરોનાકાળમાં પણ આત્ર્માનિભરતાની ગતિમાં રોક આવવા દીધી નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગોની જરૂરિયાતમાં સરકાર મદદ માટે સાથે રહેશે તેમ જણાવતા ઉમેર્યું કે, ટેક્સટાઇલ નીતિને અનુરૂપ કાપડ ઉદ્યોગ ના વિકાસ માટે આ વર્ષના બજેટમાં સરકારે ૧૫૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આ પ્રસંગ કેન્દ્રીય કાપડ મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, આજે ટેક્સટાઇલ ક્ષેત્રને અગ્રેસરની દિશામાં લઈ જવા માટે ગુજરાતમાં જે ઈકો સિસ્ટમ ઊભી થઈ છે એ ટેક્સટાઇલ માર્કેટ માટે લાભદાયી સાબિત થઈ રહી છે.
આજે ટેક્સટાઇલ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં પણ રહ્યું છે.
તેમણે હેન્ડલુમ ક્ષેત્રની વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં હેન્ડલુમ ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે. ય્૨૦ અંતર્ગત હેન્ડલુમ ક્ષેત્રને પણ એક નવી દિશા મળી છે. આ ક્ષેત્રમાં પણ વિપુલ તકો ઊભી થઈ છે.
આ અવસરે ટેક્સટાઇલ એસોસિએશનના પ્રેસિડેન્ટ આર.કે વીજ, અરવિંદ લિમિટેડ ડિરેક્ટર પુનિત લાલભાઈ, ધ ટેક્સટાઇલ એસોસિયેશન ઇન્ડિયાના કોન્ફરન્સ ચેરમેન અને વાઇસ પ્રેસિડન્ટ ટી.એલ પટેલ, ઇંડોરામાં વેન્ચર લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉદય ગીલ તેમજ મોટી સંખ્યામાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *