Gujarat

વંથલી તાલુકાના કણજા ગામે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો…..

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજા ગામે ગઈકાલે ”સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન દિનેશભાઈ ખટારીયા તથા જિલ્લા સહકારી બેંક ના મેનેજિંગ ડાયરેક્ટર દિનેશભાઈ ખટારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સેવા સેતુ કાર્યક્રમ માં ચાલતી લોકઉપયોગી એક એક યોજનાઓ નું જાત નિરીક્ષણ કર્યું હતું.અને લોકો સાથે સંવાદ કરી તેમને પડતી મુશ્કેલીઓ ને નિવારવા સ્થળ પર જ અધિકારીઓ ને સૂચનાઓ આપવામાં આવી હતી.લોકો ને દરેક લોક ઉપયોગી યોજનાઓથી વાકેફ કરી લાભ લેવા જણાવ્યું હતું.આ તકે વધુમાં દિનેશભાઈ ખટારીયા દ્વારા જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા દરેક લોકો ને ઘરઆંગણે જ સુવિધાઓ મળી રહે તે માત્ર હેતુ થી “સેવા સેતુ” કાર્યક્રમ નું આયોજન દર મહિનાઓ  માં કરવામાં આવી રહ્યું છે.તેના કારણે જ ગામડાઓમાં દરેક લોકો ને તેનો સીધો લાભ મળતો રહે છે. આ કાર્યક્રમ માં હાજર તમામ અધિકારી ગણની કામગીરી ને બિરદાવી હતી અને વધુમાં લોકો ને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા દ્વારા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

IMG_20211007_183624.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *