મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના પિઠાઈ ગામના શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર ખાતે ધોરણ ૧૦ ના વિદ્યાર્થી ઓનો શુભેચ્છા સમારંભ ની સાથે શાળાના નિવૃત થતા આચાર્ય જી.જે.પ્રજાપતિ નો સમ્માન સમારંભ યોજાયો.
આ પ્રસંગે મંડળના પ્રમુખ ગોરધનભાઈ પટેલ,પીઠાઇ ગામના સરપંચ સતિષભાઈ પટેલ,ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ ગોવિંદભાઈ શર્મા અને કેળવણી મંડળ સહમંત્રી, કેળવણી મંડળના મંત્રી મંગળસિંહ ડાભી, પ્રાથમિક શાળાના આચાર્ય પટેલ રમણભાઈ ડાભી, ઉપપ્રમુખ જુવાનસિંહ પરમાર ,શાળા ના પૂર્વ આચાર્ય રાજેશભાઈ શાહ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.અને એસ.એસ.સી.ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારૂ પરિણામ લાવે તેવા આશીર્વાદ આપ્યાં હતાં.ઉપરાંત નિવૃત થતા આચાર્ય જી.જે.પ્રજાપતિ નું મંડળ ના હોદેદારો દ્વારા મોમેન્ટો,શાલ અને પુષ્પગુચ્છ થી સમ્માન કરાયું હતું.


