નવીદિલ્હી
પ્લાસ્ટિક વેસ્ટ કંપની માટે સસ્ટેનેબલ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરનારું ફર્મ ઇીજય્ીહનો આઈપીઓ આવવાનો છે. આ આઈપીઓ ૨૮ ફેબ્રુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો આમાં ૨ માર્ચ ૨૦૨૩ સુધી રૂપિયા લગાવી શકશે. કંપનીના શેરો મ્જીઈ જીસ્ઈ પર લિસ્ટ થવાની આશા છે. આ આઈપીઓ માટે ૪૫-૪૭ રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ રાખવામાં આવ્યો છે. ૈંર્ઁંની વિગતો આ પ્રકારે છે.. જાણી લો.. આ આઈપીઓ હેઠળ ૧૦ રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરો માટે ઈશ્યૂ સાઈઝ ૨૮.૨૦ કરોડ છે. કંપની તેના દ્વારા ૨૮.૨૦ કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. આ આઈપીઓ હેઠળ પૂરી રીતે ફ્રેશ શેર બહાર પાડવામાં આવશે, એટલે કે આમાં ઓફર ફોર સેલ નથી. રોકાણકારોને ઓછામાં ઓછા ૩૦૦૦ શેરો માટે દાવ લગાવવાનો રહેશે. ૩,૦૦૦ શેરોની લોટ સાઈઝના પ્રમાણે રોકાણકારોને ૧,૪૧,૦૦૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે. શેર એલોટમેન્ટ ૮ માર્ચે થશે. જ્યારે, લિસ્ટિંગ ડેટ ૧૩ માર્ચ છે. કંપની વિશે વિગત જાણી લો.. ઇીજય્ીહ પાયરોલિસિસ ઓઈલ બનાવે છે. જે વેલ્ટ પ્લાસ્ટિકથી બનેલા ફર્નેસ ઓઈલનો વિકલ્પ છે. કંપની ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટસ પર ભાર આપવા માંગે છે. તેની સ્થાપના વર્ષ ૨૦૧૮માં થઈ હતી. કંપનીનું હેડક્વાટર મુંબઈમાં છે. કંપનીનું ફોકસ પર્યાવરણ સેવિંગ પ્રોજેક્ટ પર છે. કંપનીના પ્રમોટર કરણ અુતલ બોરા અને કૃણાલ અતુલ બોરા છે. આ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સની તારીખની અનુસાર, પ્રમોટરોની પાસે કુલ ૧,૩૫,૧૪,૦૬૦ ઈક્વિટી શેર છે. કંપનીની ૯૦.૨૪ ટકા હિસ્સેદારી તેમની પાસે છે.


