ધ્રાંગધ્રા શહેરનો મયૂરબાગ ધ્રાંગધ્રાવાસીઓ અને ખાસ કરીને બાળકો અને યુવાનોની માનીતી જગ્યા રહ્યો છે. રમણીય એવા રણમલસાગર તળાવની કાંઠે રહેલો આ બગીચા ની ચોપાટી બાગ નું સિનિયર સિટિજનો દ્વારા વિશેષ જતન કરવામાં આવી રહ્યું છે. બાળકો, યુવાનો અને સહપરિવાર ધ્રાંગધ્રાવાસીઓ અહીં બેસવા આવતા હોય છે તયારે સિનિયર સિટિજનો અને સ્વચ્છતા મિશન ગ્રુપના યુવાનો દ્વારા એક પ્રેરણાતમ્ક સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.
લોકોની મનગમતી જગ્યા હોવાથી અહીં થતો કચરો હોય કે વરસાદના લીધે ઉગેલું ઘાસ અને નકામી ઝાડી હોય આ તમામનું દરરોજ સવારે સતત સફાઈ કામ હાથે ધરાય છે. સાથે “સ્વચ્છતા ત્યાં સુંદરતા”, ” ગંદકી બતાવે દવાખાનાની સીડી”, કચરો કચરા પેટીમાં નાખીશું”, ” આપડું ધ્રાંગધ્રા સ્વચ્છ ધ્રાંગધ્રા”, ” સ્વચ્છતા ત્યાં પ્રભુતા” જેવા સુંદર સુત્રોથી લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્ન પણ હાથ ધરવામાં આવ્યા છે.
સિનિયર સિટીજન હમીરસિંહ દાજી કાકા નાં સ્વચ્છતા અભિગમ અને સમાજ ઉપયોગી બનવાના ભાવના લીધે તેઓ દ્વારા વર્ષો પહેલા કરાયેલી શરૂઆતમાં સ્વચ્છતા મિશન ધ્રાંગધ્રા નાં યુવાનો જયદેવસિંહ, શંભુભાઈ, યોગરાજસિંહ, જીતેન્દ્રસિંહ, નંદાની સાહેબ, રણજીતસિંહ, મુળરાજસિંહ, હકુભા વિગેરે મિત્રો સ્વચ્છ ધ્રાંગધ્રા નાં સ્વપ્ન અને જનૂન સાથે જોડાતા સોનામાં સુગંધ ભળી હોય એમ નવા જુસ્સા સાથે અભિયાન હાલ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જીવનનું ઘડતર એવા બાળપણ નાં સમયમાં જ ઘર પરિવારના વડીલો અને શિક્ષકો ધ્વરા સ્વછતા ત્યાં પ્રભુતા નાં પાઠ ભણાવવામાં આવતા હોય છે પણ ભાગદોડ ભર્યા આ આધુનિક જીવનમાં વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સમાજ પ્રત્યેની પોતાની ફરજો ભૂલી રહ્યો છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર નાં સ્વચ્છ ભારત મિશનમાં પોતાની ઉત્તમ ફરજ સાથેની જન ભાગીદારી વગર આપડે ખરા અર્થમાં સ્વચ્છતા ને કાયમ માટે આબાદ રાખી શકીશું કે નહિ અને આવનારી પેઢી ને સુખદ જીવન આપી શકીશું કે નહિ એ દિશામાં આત્મચિંતન જરૂરી થઈ બન્યું છે.