ચોરી તો ચોરી એમા તો વળી શું અજીબો ગરીબ હોઈ શકે..ત્યારે શું છે આ અજીબો ગરીબ ચોરીની ઘટના…પોલીસે ગણતરીના કલાકોમાં કેવી રીતે ઉકેલી નાખ્યો આ ચોરીનો ભેદ..??કોણ છે આ અજીબો ગરીબ ચોરીની ઘટના ને અંજામ આપનાર તસ્કર..??ક્યાંથી અને કેવીરીતે આપ્યો ચોરીની ઘટનાને અંજામ..??અને સૌથી મહત્વની વાત કે ચોરી ની ઘટનાને અંજામ આપવા પાછળ શું હતો તસ્કરોનો આશય..??
આ છે છોટાઉદેપુરની મધ્યમાં પ્રાંત અધિકારી ના બંગલા સામે આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષ કે જેમાં અનેક દુકાનો આવેલી છે,આ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં સામસામે છ -છ દુકાનોમાં પ્લાસ્ટિકના ઘર વખરીના સમાનના સેલ આવેલા છે,જે પૈકી દાનીશ ખાન નો સેલ છે ,26 મી ફેબ્રુઆરીના સવારે રવિવાર હોવાથી દાનીશ ખાન સવારે 10 વાગ્યાના અરસામાં આવી સેલના શટરનું તાળું ખોલવા ગયા તો એકદમ હેબતાઈ ગયા કારણકે શટરનો લોક જ ગાયબ હતો..શટર ઊંચું કરીને જોતા સેલમાં લગાવેલ તમામ ટેલબ ઉપરનો સામાન ગાયબ હતો..સેલમાં નજર દોડાવતા 80 ટકા માલ સામાન ગાયબ હતો..ત્રણ ચાર મહિના પૂર્વજ શરૂ કરેલ વેપારમાં અચાનક ચોરીનો ગ્રહણ લાગતા આર્થિક અને માનસિક રીતે ભાંગી પડેલા દાનીશ ખાને પિતાને ફોન કર્યો અને પિતાએ પોલીસમાં જાણ કરી ,દાનીશના પિતા સલીમભાઈ એ ચોરી થયેલ માલ સમાન ની ગણતરી કરી પોલીસમાં ફરિયાદ આપતા છોટાઉદેપુર પોલીસ મથકન પી આઈ અરુણ પરમાર તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો,અલગ અલગ સર્વેલન્સ ટીમ બનાવી અને કોમ્પ્લેક્ષમાં આવેલ તમામ CCTV ચેક કર્યા,ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી, ચોરી થયેલ માલ સામાન એટલો બધો હતો કે કોઈ લોડિંગ વાહન સિવાય તેને લઈ જઈ ન શકાય..ત્યારે બહારથી CCTV જોતા બેઝમેન્ટ મા રાત્રી દરમિયાન કોઈ વાહન આવ્યું ન હોઈ અને ડોગ પણ બેઝમેન્ટમાં ચોરી થઈ ત્યાંથી લઈ અંદરને અંદાજ ફરતો અને સામે આવેલ એક બંધ દુકાન પાસે જઈ અટકી જતો, પોલીસને લાગ્યું કે માલ સમાન બેઝમેન્ટ માજ ક્યાંક સંતાડવામાં આવ્યો છે ,અને ચોરી થયાની રાત્રે માત્ર ચોરી થઈ એની સામે આવેલ સેલ માં તેનો માલિક અને નોકર આ બેજ વ્યક્તિ એમની દુકાનની અંદર હતા અને રાત્રી દરમિયાન અલગ અલગ સમયે એ સેલનો માલિક બેઝમેન્ટ માંથી બહાર નીકળી આંટા ફેરા મારતો બહાર આવેલ ચટકાશ શોપ ના CCTV કેમેરામાં જણાઈ આવ્યો,પોલીસે શંકાના આધારે તેને બોલાવી યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા આખરે ગયા પ્રસાદ ઉર્ફે રાહુલ નામના વ્યક્તિએ તેણે પોતે પોતાના નોકર સાથે મળીને ચોરી કરી હોવાની વાતને કબૂલી લીધી અને ચોરી કરેલ તમામ સામાન તેના સેલ ની દુકાનની બાજુમાં આવેલી અને તાળું માર્યા વિનાની શોપમાં ભરી લોક કરી દીધી હોવાનું જણાવતા પોલિસે તેને સાથે રાખી પંચોને જોડે રાખી તેણે બતાવ્યા મુજબની દુકાનનું તાળું પોતાની પાસે રહેલ ચાવીથી ખોલતા પોલીસ અને જઈ રહેલા કોમ્પ્લેક્ષના દુકાનદારો પણ ચોંકી ઉઠ્યા હતા,સેલમાંથી ચોરી કરાયેલ તમામ સામાન દુકાનમાં ભરેલો જોવા મળ્યો,ધંધાની ઈર્ષ્યા રાખી પોતાના સેલ ની સામે આવેલ સેલના માલિકને મોટું આર્થિક નુકશાન પહોંચાડી આર્થિક અને માનસિક રીતે તોડી નાખવાના અને પોતે મનફાવે તે રીતે ભાવ લઈ ધંધો કરી મોટો ફાયદો મેળવી શકે તેવા પોતાના બદ ઇરાદાને પાર પાડવા છેલ્લા બે ત્રણ વર્ષથી છોટાઉદેપુરના સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં પોતે અમદાવાદનો હોવાનું અને નામ રાહુલ હોવાનું જણાવી સેલ લગાવી ધંધો કરતા મૂળ ઉત્તરપ્રદેશના ગયા પ્રસાદ ઉર્ફે રાહુલે પોતાનો સાળો કે તેની સાથે અહીં નોકર તરીકે કામ કરતો એની સાથે મળી આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું હતું. અને એટલેજ આ ચોરીની ઘટના એક અજીબો ગરીબ ચોરીની ઘટના કહી શકાય,ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલવા છોટાઉદેપુર પી આઈ અરુણ પરમાર ,PSI એન એફ બારીયા,હે કોન્ટેબલ નરેશભાઈ,પો.કો.અરવિંદસિંહ દેવડા,પો કો.પરથીદાન ગઢવી,પો.કો. રોહિત ચૌધરી,પો.કો.ઉનડભાઇ આહીર,પો.કો. મેહુલભાઈ અને પો.કો.કલ્પેશભાઈની ખુબજ સરાહનીય કામગીરી કરી છે અને ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપી (1)ગયા પ્રસાદ ઉર્ફે રાહુલ મથુરપ્રસાદ રાજપૂત હાલ રહેવાસી છોટાઉદેપુર અને મૂળ રહેવાસી નંગલાપુર, તા: બર્તના,જી:ઇટાવા,ઉત્તર પ્રદેશ અને (2)પંકજ શિવદીપભાઈ રાજપૂત હાલ રહેવાસી છોટાઉદેપુર અને મૂળ રહેવાસી દોલનપુર તા:જી:ઓરિયા,ઉત્તરપ્રદેશ ની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


