કોલકતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ સવારે સાત વાગ્યે ફરી કોલકાતામાં દરોડા પાડ્યા હતા. જે બાદ ઈડીએ મંગળવારે ૫૬ શંભુનાથ પંડિત સ્ટ્રીટ પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડો મોબાઈલ એપ ગેમની તપાસના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. ઈડી અધિકારીઓએ દાવો કર્યો હતો કે ભવાનીપુરમાં કેટલાક મધ્યમ વર્ગના લોકોના ખાતાનો ઉપયોગ કરીને ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો કરવામાં આવી રહ્યા હતા.જે અનુસાર બેંક ખાતાઓમાં મોટી રકમની લેવડદેવડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે આમિર ખાનના ગાર્ડન રિચ હાઉસમાંથી ૧૭ કરોડ રૂપિયાની વસૂલાતની ઘટના બાદ આમિરની પૂછપરછમાં નવી કડીઓ મળી છે. કોલકાતા શંભુનાથ પંડિત હોસ્પિટલની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં ઈડીએ દરોડા પાડ્યા છે. સવારથી શોધખોળ ચાલુ કરાઇ હતી અને અધિકારીઓ સતત સર્ચ અને તપાસ કરી છે. ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓછી આવક ધરાવતા લોકોના મોટા વર્ગના ખાતાઓનો ઉપયોગ કરીને આ વસાહતની મોટી રકમની ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ અગાઉ ૨૦મીએ આ જ વિસ્તારના યુવક અંકિત શાહના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડી પાસે પાડોશના અન્ય યુવક રોહનનો મોબાઈલ ફોન પણ હતો. ત્યારે રોહન અને અંકિત ગરીબ પરિવારમાંથી આવે છે.અંકિતના પિતા ખાનગી ઓફિસમાં પટાવાળા તરીકે કામ કરે છે. જે અંગે ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર અંકિત-રોહનના એકાઉન્ટને ભાડે રાખવામાં આવ્યું હતું અને ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો થતા હતા.પરંતુ આ તપાસમાં ઈડ્ઢ એ માસ્ટરમાઇન્ડને શોધી રહી છે, જેના ઇશારે આ યુવકો પોતાનું એકાઉન્ટ ભાડા પર આપવા માટે રાજી થઈ રહ્યા છે. ઈડ્ઢને લાગે છે કે કોઈ આ રીતે ખાતું ભાડે નહીં આપે. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓને લાગે છે કે આ બાબતમાં પ્રભાવશાળી પ્રભાવ હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ઈડ્ઢ અંકિતના બેંક રેકોર્ડમાંથી અન્ય માહિતી જાેવા માંગે છે. અગાઉ આમિર ખાનની પૂછપરછ બાદ તપાસકર્તાઓને ખબર પડી હતી કે આમિર અલગ-અલગ જગ્યાએ પૈસા રોકતો હતો, જેમાંથી એક ક્રિપ્ટોકરન્સી છે. ઈડ્ઢના સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રિપ્ટોકરન્સીમાં કામ કરતી કંપનીના ખાતામાં પણ પૈસા જાય છે. ત્યારે ઈડીને શંકા હતી કે પૈસા વિદેશ ગયા છે. પોલીસે આમિરના નામે ૧૪૭ બેંક એકાઉન્ટ ટ્રેસ કર્યા હતા. આ તમામ ખાતા દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. તેની પાસે ભાડા પર બેંક ખાતું પણ હતું.
