Gujarat

સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઓનલાઈન પ્રક્રિયા શરુ કરવામાં આવી

રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સીઝન (આરએમએસ) ૨૦૨૩-૨૪ના વર્ષમાં અનાજના પાકને ટેકાના ભાવે ખરીદવામાં આવનાર છે આ માટે ભારત સરકાર દ્વારા નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઈન નોંધણી કરવાની રેહેશે. ત્યારબાદ નિગમ દ્વારા ખરીદી કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉનમાં આધારકાર્ડ, ૭-૧૨ અને ૮-અની નકલ, ગામ નમુના-૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો અધતન દાખલો, ખાતેદારના બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ આવા તમામ પુરાવા રજુ કરવાના રહેશે. આ બાબતે મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નં.૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ની છોટાઉદેપુરની કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *