ઇડર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ માં જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળા ના શિક્ષક નું ઇનોવેશન રજૂ થયું.
શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ધમસાણીયા રમેશચંદ્ર એસ. દ્વારા ઇડર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં “ગણિત વિજ્ઞાન ગીત સંગ્રહ” શીર્ષક હેઠળ ઇનોવેશન રજૂ કરવામાં આવ્યું જેમાં ગણિત અને વિજ્ઞાનના 25 જેટલા ગીતો સંગીત સાથે રજૂ કરવામાં આવ્યા .આ ગીતોમાં કભી ઘન બનકે કભી પ્રવાહી બનકે, આહાર આહારનો ઘટક પહેલો કાર્બોદિત નામ છે, એક ગણિતમાં છે ભૂમિતિ ,જે સંખ્યાનું કોઈ નહીં, સરસ્વતી તમે જમવા વહેલા આવો રે જેવા ગીતો બનાવીને શાળાના શિક્ષિકા બહેન શ્રી કપિલાબેન ખાટ દ્વારા આ ગીતોને સ્વરબદ્ધ કરવામાં આવ્યા.આ ગીતોએ રાજ્ય કક્ષાએ અનેરૂ આકર્ષણ જણાવ્યું હતું.આ થકી શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષકમિત્રો અને ગામના સરપંચ શ્રી તેમજ એસએમસી અધ્યક્ષ એ રાજ્યકક્ષાએ ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા…
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :; હડિયાણા……