Uttar Pradesh

એક મહિલાએ જાહેરમાં નેતાની કરી ધોલાઈ, વિડીયો થયો વાયુવેગે વાઈરલ

ઉત્તરપ્રદેશ
ભારતીય જનતા પાર્ટીના એક નેતા સાથે મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા ભાજપના નેતાને મારી રહી છે. વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. મહિલાએ નેતા પર છેડતીનો આરોપ લગાવી માર માર્યો હતો. મહિલા દ્વારા રસ્તા વચ્ચે નેતાને મેથીપાક આપવામાં આવ્યો હતો. મહિલા દ્વારા નેતાની ધોલાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મહિલા કોલર પકડીને નેતાને મારી રહી છે. મહિલાએ નેતા પર પીછો કરવાનો અને ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા પુરૂષની બાઇક પણ તોડી રહી છે. આ ઘટના દરમિયાન હાજર રહેલા લોકોએ કહ્યું કે, આ વ્યક્તિએ પોતાને રાષ્ટ્રીય પાર્ટીના નેતા ગણાવ્યા હતા. મહિલાએ નેતા પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. વાયરલ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે મહિલાએ નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારબાદ મહિલા તેને મારી રહી છે. મહિલા ચપ્પલથી નેતાની ધોલાઈ કરી હતી. આ વીડિયો સિદ્ધાર્થ નગરનો છે. ત્યારબાદ મહિલાએ ૧૦૦ નંબર પર પોલીસને ફોન કર્યાનું પણ સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *