મકસુદ કારીગર,કઠલાલ
તા ૫.૦૩.૨૩ ને રવિવારના દિવસે અંધજન મંડળ નડીઆદ અને ઓનેસ્ટ સિનિયર સિટીઝન ફોરમ નડીઆદ તેમજ ખિદમત ગ્રુપ હાથજના સહયોગથી નિશુલ્ક આંખોના નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં દરેક ધર્મ પંથ વર્ગ સમાજના ૩૮૦ દર્દીઓએ લાભ લીધો તમામની યોગ્ય તપાસ કરી નિશુલ્ક ચશ્માઓનું વિતરણ કરવામાં આવ્યું લાભાર્થીઓને ચશ્માં સહાય ઓનેસ્ટ સિનિયર સિટીઝન ફોરમ તરફથી કરવામાં આવ્યાં હતાં.
ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ ઉપસ્થિત મહાનુભાવો જેમાં અંધજન મંડળના પ્રમુખ ભાસ્કર ભાઈ તેમજ ઓનેષ્ટ સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ જનાબ હફિજુદ્દિંન કાદરી સાહેબ ખિદમત ગ્રુપ હાથજ તરફથી જનાબ મજીદ ખાન પઠાણ સાથે સાથે અન્ય સમાજીક અગ્રણીઓ તેમજ સરપંચ તાલુકા ડેલિકેટ ડેપ્યુટી સરપંચ સહિત ખિદમત ગ્રુપના યુવાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અંધજન મંડળના પ્રમુખ તેમજ તેમની ટીમની સરાહનિય કામગીરીને સમાજસેવી અગ્રણી શકીલભાઈ સંધી દ્વારા બિરદાવવામાં આવી હતી.
ત્યારબાદ તમામ મહેમાનો અને અગ્રણીઓનું પુષ્પગુંછ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં ખિદમત ગ્રુપના માધ્યમથી હાથજ મુકામે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે તેવું ખિદમત ગ્રુપના જવાબદાર આગેવાનોએ જણાવ્યું હતું.


