Gujarat

છોટાઉદેપુર સ્પોટર્સ કલબ દ્વારા આયોજિત અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના સહયોગથી SN કોલેજ ગ્રાઉન્ડ મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જે ક્રિકેટ ટુર્નામેન્ટ આજે સમાપ્ત થઈ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયાના સ્લોગન સાથે છોટાઉદેપુર સ્પોટર્સ ક્લબ દ્વારા આયોજિત અને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમો રમી હતી, ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે સેમિફાઇનલ અને ફાઇનલ રમાઈ હતી, ફાઇનલમાં રાજપીપલા ની ટીમ તેમજ કેવડિયા કોલોની ટીમ વચ્ચે રસાકસી થઈ હતી, જેમાં રાજપીપલા ટીમ વિજેતા થઈ હતી, વિજેતા થયેલ અને રનર્સઅપ ટીમને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર ભાજપ શહેર પ્રમુખ ભુપેન્દ્રભાઈ ઘોબી, ભાજપના અગ્રણી ઉમેશભાઈ શાહ, સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રશિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230305_183014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *