નવીદિલ્હી
એક રહસ્યમયી સોશિયલ મીડિયા યૂઝરે તેના દાવાથી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે તે વર્ષ ૨૮૫૮થી પાછો ફર્યો છે અને ભવિષ્યની ઘટનાઓ જાણે છે. તેમણે દાવો કર્યો છે કે આ ઘટનાઓ માનવ જીવનને ઘણી રીતે અસર કરશે. આ વ્યક્તિએ કહ્યું કે આ વર્ષે વૈજ્ઞાનિકોને પણ એવું તત્વ મળશે, જેના કારણે માનવી લાંબુ જીવી શકશે. આ વ્યક્તિએ જ્ર ઙ્ઘટ્ઠિાહીજજંૈદ્બીંટ્ઠિદૃીઙ્મ નામના પેજ પર વિચિત્ર દાવા કર્યાં છે. તેણે કહ્યું- જે લોકો સમજે છે કે મારો વર્ષ ૨૮૫૮થી આવવાનો દાવો ખોટો છે, તેને હું ભવિષ્યની પાંચ તારીખો જણાવી રહ્યો છે, જેમાં અનેક ઘટનાઓ બનશે. આ એવી ઘટનાઓ હશે જે માનવ જીવનને પ્રભાવિત કરશે. સાથે ભૂતકાળ પ્રત્યે આપણા વિચારમાં મોટું પરિવર્તન લાવશે. એટલું જ નહીં તેનાથી આપણે ભવિષ્યને વધુ સારૂ તથા સુરક્ષિત બનાવવામાં મદદ મળશે. રહસ્યમયી સોશિયલ મીડિયા યૂઝર્સ (ટાઈમ ટ્રાવેલર)ની ૫ મોટી ભવિષ્યવાણીઓ છે જેમાં સૌપ્રથમ તો તારીખ છે ફેબ્રુઆરી ૨૮, ૨૦૨૩ઃ આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે ૨૮ ફેબ્રુઆરીના રોજ, એલિયન્સ કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વી પર આવશે. અત્યાર સુધી લોકો તેમના વિશે માત્ર અનુમાન લગાવતા હતા, પરંતુ આ વાસ્તવિકતામાં થશે. તો બીજી તારીખ છે ૨ એપ્રિલ ૨૦૨૩ઃ આ વ્યક્તિએ આ દિવસનો દાવો કર્યો છે કે વૈજ્ઞાનિકોને આ દિવસે ઓક્સિજનનો એવો વિકલ્પ મળશે, જેના કારણે માનવ જીવનમાં ૫૦ વધુ વર્ષ ઉમેરાશે. તો ત્રીજી તારીખ છે ૪ મે, ૨૦૨૩ઃ આ વ્યક્તિએ આ દિવસનો એવો દાવો કર્યો છે કે મંગળ પર હાડકાંનો ઢગલો જાેવા મળશે, જે સાબિત કરશે કે મનુષ્ય મૂળ મંગળનો છે. તો ચોથી તારીખ છે ૨૬ ઓગસ્ટ ૨૦૨૩ઃ આ વ્યક્તિએ આ દિવસનો એવો દાવો કર્યો છે કે ૧.૫ મિલિયન વર્ષો પહેલા મળેલી ચાર મેગાલોડોન શાર્ક મારિયાના ટ્રેન્ચની તળેટીમાં જાેવા મળશે. તો છેલ્લી અને પાંચમી તારીખ ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ઃ આ વ્યક્તિએ આ દિવસનો એવો દાવો કર્યો છે કે આ દિવસે કેટલાક કિશોરોને એક પ્રાચીન ખંડેર અને એક પથ્થર મળશે, જેના દ્વારા સમયની મુસાફરી કરી શકાય છે. અને આના પર લોકોએ કરી આવી કોમેન્ટો ટિકટોક પર આ રહસ્યમયી સોશિયલ મીડિયા યૂઝર્સના દાવાને લઈને કેટલાક લોકોએ કહ્યું કે આ ખોટી ભવિષ્યવાણી છે, તો કેટલાકે કહ્યું કે ધરતી પર ગમે તે સંભવ છે. કેટલાક યૂઝર્સે તેને વ્યૂજ મેળવવા માટે પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો તો કેટલાક ઉદાહરણ આપ્યા કે આવા ઘણા ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણી સાચી પડી ચુકી છે. પરંતુ આ કથિત ટાઇમ ટ્રાવેલરના દાવામાં કેટલું સત્ય છે તે તો આવનારો સમય જણાવશે. રહસ્યમયી સોશિયલ મીડિયા યૂઝર્સ (ટાઈમ ટ્રાવેલર) વ્યક્તિએ આ દિવસોનો દાવો કર્યો છે એતો કેટલા સાચા પડે છે એતો ખરેખર આવનારો સમય જ બતાવશે.


