જામજાેધપુર
જામજાેધપુર તાલુકાના ઘેલડા ગામના વાડી વિસ્તારમાં અપશબ્દો બોલવાની ના પાડતા યુવાન અને તેની પત્ની ઉપર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ મહિલાને પેટના ભાગે લાત મારી પછાડી દઇ પતાવી દેવાની ધમકી આપી હતી. જે બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.


