Gujarat

ગુજરાત ગાડલીયા લુહાર સમાજ સાત ફેરા સમિતી દ્વારા આગામી ૧૫-૫-૨૩ના વડોદરા મુકામે ભવ્યાતિભવ્ય  સમુહ લગ્નનું જાજરમાન આયોજન*

પ્રતિભામુખી માનવંતા મહેમાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહી નવદંપતિઓ ને આશીર્વાદ આપશે
(દેવરાજ રાઠોડ વિરપુર દ્વારા)
 વડોદરા ખાતે ગુજરાત ગાડલીયા લુહાર સાત ફેરા સમુહ લગ્ન સમિતિ તેમજ નવજાત ગના પ્રસંગ ના આશરે વડોદરા ખાતે ચતુર્થ સમુહ લગ્ન નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમુહ લગ્ન માં ગાડલીયા લુહાર સમાજ ની દીકરીઓ પ્રભુતા માં પગલાં પાડશે . સપ્તપદીના ના સાતફેરા અને ગોર મહારાજ ના વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિ દેવ ની સાક્ષીએ નવ યુગલો સંસાર ચક્ર ના પવિત્ર રથ ને આગળ લઈ જવા અને આવનાર તમામ પરિસ્થિતિઓ ને પહોંચી વળવાના સંકલ્પ ને સિધ્ધ કરવા સહ જીવન ની કેડીએ પ્રભુતા માં પગલાં માંડશે .
આ મહાયજ્ઞ ને જીવંત રાખવા ગાડલીયા લુહાર સમાજ ના સમાજ શ્રેષ્ઠીઓ અને સમાજ સેવકો પોતાનુ અમુલ્ય યોગદાન આપી આ પવિત્ર જોડલા ને સંસાર ની કેડીએ ચલાવવા માટે પ્રેરણા પુરી પાડશે.
આગામી ૧૫-૫-૨૦૨૩  ના રોજ વડોદરા ખાતે ભવ્ય લગ્ન સમારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આજના મોંઘવારી ના જમાનામાં  જરૂરીયાતમંદ દીકરીઓ ના બાપ ના ખભે થી ભાર ઉતારવા માટે સમુહ લગ્ન સમિતિ દ્વારા સખત મહેનત કરી સમાજ ની દીકરીઓ ને ઘરવખરી ની તમામ પ્રકારની વસ્તુઓ આપવામાં આવશે.
તેમજ આ ભગીરથ કાર્ય માં દીકરીઓ ને ભેટ આપવા સમાજ ના દાનવીર દાતાઓને હાકલ કરવામાં આવે છે.
   આ સમુહ લગ્ન ને સફળ બનાવવા માટે સાતફેરા સમુહ લગ્ન સમિતિના અધ્યક્ષ ભુપતસિંહ બાલાણી, સંજયસિંહ રાઠોડ, વિઠ્ઠલસિંહ અજાણી, કવરસિંહ રાઠોડ, કિશોરસિંહ લખાણી, પી જી.દેવાણી, નરેશસિંહ લખાણી સહીત ના અસંખ્ય કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

FB_IMG_1677233185139.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *