Gujarat

કન્યા કેળવણીની હિમાયતી ચલાલા શહેરની કન્યાશાળા (સરકારી પ્રાથમિક શાળા) ખાતે આજરોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, નિવૃત્ત શિક્ષકોનો સંન્માન સમારોહ અને ધોરણ આઠની બાળાઓનો વિદાય સમારંભ વાર્ષિકોત્સવ અમારી દીકરી અમારું ગૌરવ એ બેનર હેઠળ શહેરના અગ્રણી વેપારીઓ સામાજિક કાર્યકરો કેળણીકારોની ઉપસ્થિતિમાં યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ કન્યાશાળામાં (સરકારી પ્રાથમિક શાળા) નાં પ્રાંગણમાં આજરોજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, નિવૃત્ત શિક્ષકો અને આ શાળાની ધોરણ આઠની બાળાઓનો વિદાય સમારંભ વાર્ષિકોત્સવ અમારી દીકરી અમારું ગૌરવ એ બેનર હેઠળ શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો.. આ સંદર્ભે યોજાયેલ આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનોની ઉપસ્થિતિ જોવા મળી.. આ પ્રસંગે અનેક વકતાઓને પોતાના પ્રવચનો દ્વારા શાળાનાં આ કાર્યક્રમને બિરદાવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને હાલ જામનગર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતાં સોનિયા પાંધીએ પણ પોતાના ભૂતકાળના સંસ્મરણો તાજા કરતાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી  વિદ્યાર્થીનીઓ પણ સફળતાના શિખરો સર કરી શકે છે અને આ સંદર્ભે સમાજના વધુમાં વધુ લોકો આજનાં ખાનગી શિક્ષણના યુગમાં સરકારી શિક્ષણ તરફ જોક કેળવે એવી જાહેર અપીલ પણ ચલાલાના નગરજનોને  કરી હતી. આમ આ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન સમગ્ર અમરેલી જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બનતું જોવા મળેલ.

IMG-20230304-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *