Gujarat

શિક્ષણ અંગે જાગરૂકતા લાવવા તથા ડ્રગ્સનાં દુષણને નાથવાનાં શુભ સંદેશ સાથે મેરેથોન યોજાઇ                

સુરત સીટી ખાતે રોટરી કલબ અને રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા આજરોજ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ અંગે જાગરૂકતા લાવવા ઉપરાંત ડ્રગ્સનાં દુષણને નાથવાનાં શુભ સંદેશ સાથે યોજવામાં આવેલ આ મેરેથોન દોડને ફાઉન્ટન હોટેલ, કેનાલ રોડથી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.

               સદર મેરેથોનમાં કુલ ૨૭૦૦ જેટલાં દોડવીરો સહર્ષ જોડાયા હતાં. જે પૈકી ૧૦ કીમી દોડમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની એવાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ડૉ.ધર્મેશ પટેલે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તકે તેમણે શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી એમનાં અનુભવો શેર કર્યા હતાં.

IMG-20230306-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *