રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ 2022- 23 માં 'આઝાદી કા અમૃત મહોત્સવ,' G- 20' અને 'વિશ્વ
મહિલા દિવસ' ની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી,
જામનગર દ્વારા સિનિયર સીટીઝન (60 વર્ષથી વધુ વયજૂથમાં સમાવિષ્ટ) મહિલાઓ માટે એથેલેટિક્સ, યોગાસન, ચેસ અને
રસ્સા ખેંચની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇચ્છુક ખેલાડીઓએ
જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતેથી
અરજી પત્રક મેળવીને આગામી તા. 10/03/2023 સુધીમાં પરત જમા કરાવવાના રહેશે.
ભાગ લેનારા ખેલાડીઓને આવનારી એન્ટ્રીના આધારે આગામી કાર્યક્રમની તારીખની જાણ કરવામાં આવશે. આ સ્પર્ધા અંગે વધુ
વિગતો માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા કે.
મદ્રા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
