Gujarat

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી.

મકસુદ કારીગર,કઠલાલ
મહિલા અને બાળ અધિકારીની કચેરી-ખેડા(નડીયાદ) દ્વારા ૮ માર્ચ “આંત્તરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી અને “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત સ્પોર્ટસ કોમ્પલેક્ષ-નડીયાદ ખાતે ગુજરાત રાજ્ય અને અન્ય રાજયના તાલીમ મેળવતા ૧૨ થી ૧૮વર્ષ ના કિશોર/કિશોરીઓ સાથે સેમિનાર આયોજીત કરવામાં આવ્યો હતો.
આ સેમીનારમાં મહિલા સુરક્ષા, જાતીગત ભેદભાવ, મહિલા સશક્તીકરણ,પોક્સોએક્ટ, રોજગાર વિષયક,કાયદાકીય,બેંક વિષયક માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ તથા સ્પોર્ટસ એકેડર્મી HPC Centre(High Performance Centre) ના Vice President દિપક કુલશ્રેષ્ઠ, મેનેજર શ્રી વસીમભાઇ ૧૮૦ છોકરા-છોકરીઓ, OSC(સખી વન સ્ટોપ સેન્ટર) નો સ્ટાફ, PBSC (પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર) નો સ્ટાફ તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષના અન્ય સ્ટાફ એ પણ હાજરી આપી હતી. ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા એ વિવધ રમતોમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી હતી.
જેમાં જીલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હીનાબેન ચૌધરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળમાંથી પધારેલ સુપ્રિટેન્ડન્ટ  એચ.એન.ઠાકર તથા એડવોકેટ  યોગીબેન બારોટ, જીલ્લા રોજગાર અધિકારી એન.આર.શુક્લા તથા  હેત્તલબેન રોહિત (કરિયર કાઉન્સીલર), જીલ્લા બાળ સુરક્ષા એકમમાંથી લીગલ કમ પ્રોબેશન ઓફિસર  કિર્તીબેન જોશી, જીલ્લા લીડ બેન્કમાંથી પ્રકાશભાઇ પટેલિયા, ઉપસ્થિત રહ્યા હતા.

1-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *