Gujarat

વડોદરાની સ્જી યુનિ.માં ચાલી રહેલ દર્શન રાવલના કોન્સર્ટમાં અફરાતફરી મચી

વડોદરા
વડોદરા શહેરની એમ. એસ. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીની ફૂટપ્રિન્ટ ઇવેન્ટમાં પાસનાં કાળાં બજાર થવાને કારણે ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે ૩૦થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા, જેમને તાબડતોબ પ્રાથમિક સારવાર આપવી પડી હતી. ૧૫થી ૨૦ વિદ્યાર્થીઓને તેમના ઘરે છોડવા યુનિવર્સિટીની ગાડીનો ઉપયોગ કર્યો હોવાનું વિજિલન્સના અધિકારીએ જણાવ્યું હતું. દર્શન રાવલના કાર્યક્રમ માટે ૬ વાગ્યે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગેટ ખોલાયો નહોતો. એમાં ધક્કામુક્કીને પગલે વિદ્યાર્થીઓના બૂટ-ચંપલ ખોવાઈ ગયાં હતાં. કેટલાક વિદ્યાર્થીને ઇજા પહોંચતાં વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢી જઈને ગેટ ખોલાવ્યો હતો. એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં બોલિવૂડના યુવાનોમાં લોકપ્રિય ગાયક દર્શન રાવલના કાર્યક્રમમાં ભારે ભીડ થઇ જતાં સ્થિતિ કાબૂ બહાર પહોંચી હતી. કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં ૬ વાગ્યાથી ટેક્નોલોજી ફેકલ્ટીના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઇ ગયા હતા. ગેટમાં સમયસર એન્ટ્રી નહીં આપવામાં આવતાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના નેતાએ ગેટ પર ચડી જઇને ગેટ ખોલાવ્યો હતો.અડધા કિમી લાંબી લાઇનો વિદ્યાર્થીઓની લાગી હતી. બેથી ત્રણ વિદ્યાર્થિની બેભાન થઇ જવાની ઘટના પણ બનવી હતી. વિદ્યાર્થી આગેવાન હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે ભારે ભીડના પગલે વિદ્યાર્થિનીઓને ગૂંગળામણ થતાં તેઓ બેહોશ થઈ ગઈ હતી, જેથી ૧૦૮ને બોલાવી હતી. ટેકનોલોજી ફેકલ્ટીના ગેટ પણ તૂટી ગયો હતો. ધક્કામુક્કીના પગલે વિદ્યાર્થીનાં બૂટ, ચંપલ ખોવાઇ જવાના તથા વિદ્યાર્થીને ઇજાઓ પણ પહોંચી હોવાની ઘટનાઓ બની હતી. સમયસર ગેટ નહિ ખોલવામાં આવતાં વિવાદ થયો હતો અને વિદ્યાર્થીઓને ધક્કામુક્કીનો સામનો કરવો પડયો હતો. વિદ્યાર્થીઓના ફોન ખોવાઈ જવાની ફરિયાદો પણ થઈ હતી. ફેકલ્ટીના પટાંગણમાં જ્યાં કાર્યક્રમ હતો ત્યાં પણ ભારે ભીડ થઇ જતાં ગ્રાઉન્ડ પર ગૂંગળામણ થાય એવી સ્થિતિ સર્જાઈ હતી.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *