નવીદિલ્હી
લોકસભામાં અંદાજે ચાર વર્ષથી કોઇ ઉપાધ્યક્ષ ન હોવાનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યોે છે. કોંગ્રેસે આ બાબતને ગેરબંધારણીય ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને સુપ્રીમ કોર્ટે એક જાહેરહિતની અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આ અરજીમાં લોકસભા અને ઘણા રાજ્યોની વિધાનસભાઓમાં ઉપાધ્યક્ષની ચૂંટણી ન કરવા બાબતે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ કેસની સુનાવણી ૧૦ માર્ચના રોજ કરશે. આ અંગે લોકસભાની વિશેષાધિકાર સમિતિએ બીજેપી સાંસદ નિશિકાંત દુબેને સુનાવણી માટે બોલાવ્યા છે. લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, દુબેએ ૧૦ માર્ચના રોજ બીજેપી સાંસદ સુશીલ સિંહની અધ્યક્ષતાવાળી સમિતિ સમક્ષ રૂબરૂ હાજર રહેવું પડશે. ૧૦ ફેબ્રુઆરીના રોજ લખેલા પત્રમાં સચિવાલયે ભાજપના સાંસદ દુબે અને પ્રહલાદ જાેશી દ્વારા વિશેષાધિકાર નોટિસના ભંગ અંગે ગાંધીજીનો જવાબ માંગ્યો હતો. આ પછી રાહુલ ગાંધીએ ૧૫ ફેબ્રુઆરીના રોજ પોતાનો જવાબ રજૂ કર્યો હતો.
