Gujarat

કે પ્રથમ વખત ગામે ગામ ફરજ બજાવતા ૨૫૦ પત્રકારો એકમંચ પર ઉપસ્થિત થયા છે અમરેલીમાં પત્રકારોનું જિલ્લા કક્ષાનું અધિવેશન

પે સંદેશાઓ લોકો સુધી પહોંચાડવા માટેની પત્રકારો ખુબ સારી કામગીરી કરે છે : એસ.પી. હિમકરસિંહ પે પીઢ પત્રકારો ઉમંગાય છાંટબાર, મનસુખભાઇ રાવળ, અને પ્રદિપભાઈ દોશીનું બહુમાન : વરિષ્ઠ પત્રકારો, રાજકીય મહાનુભાવો, અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતી
પે મિડીયાકર્મઓના પરિવારજનોને હુંફ આપવા માટે સંગઠન બનાવવાનો ઉદેશ : સુરશ દેસાઇ અમરેલી,
અમરેલીના પ્રથમ વખત જ પત્રકાર એકતા પરિષદના માધ્યમથી જિલ્લા કતાનું અધિવેશન યોજાયું હતું. જેમાં ગામે ગામથી મોટી સંખ્યામાં પત્રકારો ઉમટી પડ્યા હતા અને રાજયમાંથી વરિષ્ઠ પત્રકારો તથા રાજકીય મહાનુભાવો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. વરિષ્ઠ પત્રકારોને સન્માનીત કરાયા હતા.
અમરેલીમાં રવિવારે શાંતાબા ઓડિટોરીયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દિપ પ્રાગટયથી આરંભ કરાયા બાદ એકતા પરિષદના જિલ્લાના પ્રમુખ સુરેશ દેસાઈ દવારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરાવામાં આવેલ હતું. તેમણે જણાવ્યું કે, જિલ્લા કક્ષાનું અધિવેશન મળ્યું હોય તેવો પત્રકારો માટે આ પ્રથમ પ્રસંગ છે. મીડિયા કર્મીઓ બહાર જતા હોય ત્યારે તેમના પરિવારજનો એકલતા ન અનુભવ, હુંફ મળી રહે તે માટે આ સંગઠન છે અને પરિવારની ભાવના કેળવાય તેવો ઉદેશ છે. અમરેલી જિલ્લામાં ૨૫૦ કરતા પણ વધારે પત્રકારો છે.આ કાર્યક્રમના નધ્યક્ષ વિધાનસભાના નાયબ દંડક કોશીક વૈકરીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્યો મહેશભાઇ સવાલા, જનકભાઇ તળાવીયા, જે.વી. કાકડીયા, પૂર્વ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, એસ.પી. હિમકરસિંહ, સીનીયર પત્રકાર દિલીપભાઇ ભટ્ટ, પ્રદેશ અધ્યક્ષ લાભુભાઇ કાત્રોડીયા, ગોરાંગભાઇ પંડયા વગેરેએ પોતાના પ્રવચનો આપ્યા હતા.
આ કાર્યક્રમમાં પીઢ પત્રકારો ઉમંગરાય છાંટબાર, મનસુખભાઇ રાવળ અને પ્રદીપભાઇ દોશીનું વિશિષ્ટ રીતે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં દિનેશભાઇ ભુવા, ફાયર ઓફીસર ગઢવીભાઈ, ચતુરભાઇ ખુંટ, જિ.પં. પ્રમુખ રેખાબેન જલ્પેશભાઇ મોવલીયા, વસંતભાઇ ચોવટીયા, સમીરભાઇ વેગડ, આર.બી. રાઠોડ, ભવદીપભાઇ ઠાકર, વી.ડી. બાલા, હિંમતભાઇ સરખેદી, નિલેશભાઇ જાની, રવિભાઇ પક્ષી, મિલાપભાઇ રૂપારેલ, મનોજભાઇ સેદાણી, ધર્મેન્દ્રભાઇ લાઠીગરા, વલ્લભભાઇ પ૨મા૨, ૨મેશભાઇ ધકાણ, પ્રતિકસિંહ રાણા, વિક્રમભાઇ ચુડાસમા, સતીષભાઇ કુંભાણી, અતુલભાઈ મુલાણી, હસમુખભાઇ પટેલ, સંજયભાઇ દીક્ષીત, હેમલભાઇ ભટ્ટ, વરૂણભાઇ સોલંકી, અંબાલાલભાઇ રાવળ, એસ.વાય. ભદોરીયા, દિનેશભાઇ લાલ, સમીરાબેન પટેલ, મુકેશભાઇ
સાખીયા, કિરણભાઇ મલેશીયા, નિલેશભાઇ પાઠક, સચીનભાઇ પટેલ, ધર્મેશભાઇ રબારી. કમલેશભાઇ રબારી, સંદીપભાઇ
પ્રહલાદભાઇ ચૌહાણ, વિપુલભાઇ દરજી, પીનાકીનભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ ભરતભાઇ વિષ્ણુસ્વામી, મીલાપભાઇ રૂપારેલ, પ્રતાપભાઇ વરૂ, રોમીલભાઇ ચૌહાણ, મહામંત્રી પંકજભાઇ મહેતા, દિલુભાઇ વરૂ, જયસુખભાઇ સોજીત્રા, જાવેદખાન પઠાણ, સુર્યકાંતભાઇ ચૌહાણ, કિરીટભાઇ જીવાણી, મંત્રી દિલીપભાઇ રાવળ, યોગેશભાઇ કવિશ્વર, ભાણજીભાઇ બગડા, જીલુભાઇ વાળા, ભરતભાઇ ખુમાણ, ખજાનચી નિલેશભાઇ જાની, સહ ખજાનચી રાજુભાઇ કામદાર, સામુખભાઇ રામાણી, કાળુભાઇ કનોજીયા, વિજયભાઇ માળી, બાબુભાઇ વાઢેર, કિર્તીભાઇ જોષી તેમજ પત્રકાર શિરોમણી મનસુખભાઇ રાવળ અને ઉમંગરાય છાટબાર, લીગલ સેલમાં ઉદયનભાઇ ત્રિવેદી, જે.બી. રાજગોર, ચંદ્રેશભાઈ મહેતા, જે.એલ. સોજીત્રા, સાદખાન પઠાણ, મમતાબેન ત્રિવેદી, દડુભાઈ ખાચર, હિરેન્દ્રસિંહ વાળા, સલાહકારશ્રી હિંમતભાઇ સરખેદી, ભરતભાઇ ચૌહાણ, હિરેનભાઇ રવૈયા, રવિભાઇ પટ્ટણી, મનોજભાઇ સેદાણી, મિડીયા સેલ જૈનિક સોજીત્રા, ભાવેશભાઇ વાઘેલા, જયભાઇ સેદાણી, સુરેશભાઇ વાધેલા, સુરેશભાઇ ગોડલીયા, પ્રતિક્ભાઇ સાવલીયા તેમજ તાલુકા પ્રમુખશ્રીઓ પ્રદીપભાઇ ઠાકર, દિપકભાઇ કનૈયા, હાર્દિકભાઇ બામટા, જયેશભાઇ જેઠવા, ભીખુભાઇ વોરા, કલ્પેશભાઇ નગદીયા, નટવરલાલ ભાતીયા, ઇમરાનભાઇ પઠાણ, સારવભાઇ દોષી, મહેશભાઇ વરૂ, ડી.ડી. વરૂ એ જહેમત ઉઠાવી હતી તધા આ કાર્યક્રમના ઉદોષક તરીકે ભરતભાઇ બાવીશીએ સેવા બજાવી હતી…
બોક્સ
૩. જયાં જરૂર પડે ત્યાં સાથે છું : કૌશીક વેકરીયા
વિભાનસભા નાયક મુખ્ય દંડક કૌશીક વેકરીયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં પ્રથમ વખત જ પત્રકારોનું આટલું મોટુ યુનિયન બન્યુ છે. પત્રકારો દવારા તમામ પ્રકારની માહિતી એકત્રિત કરીને પ્રકાશિત કરવામાં આવે છે. રાત્રે અઢી વાગે કોઇ ઘટના બને તો પણ પત્રકારો ત્યાં પહોંચી જતા હોય છે. કોઇપણ વિશે પેપર કે ન્યુઝમાં આવે તે પછી જ લોકો તેને માન્ય ગણે છે. એટલો તેના ઉપર લોકોનો ભરોસો છે. પત્રકારોને કોઇપણ કામ હોય તો મદદ માટે હંમેશા તત્પર હોવાનું જણાવ્યું હતું.
બોકસ
હૈ. લોકશાહી માટે ચોથા આધારસ્તંભ પત્રકારત્વની મહત્વની ભૂમિકા ઃ કાછડીયા
આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયાએ લોકશાહીના ચાર મુખ્ય આધાર સ્તંભો જણાવ્યા હતા અને ચોથા આધારસ્તંભ પત્રકારત્વની ભૂમિકા મહત્વપુર્ણ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહયું કે, પત્રકારો જાનના જોખમે પોતાની જવાબદારી નિભાવે છે. સ૨કા૨ની તમામ યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું કામ પત્રકાર કરે છે. ચુંટાયેલા વ્યક્તિઓ ઉપર નજર રાખવાની જવાબદારી પણ પત્રકારો ખુબ સારી રીતે નિભાવી રહ્યા છે અને રાજનેતાઓ મીડિયાથી સાવધાન રહે છે.
બોક્સ
કે વાવાઝોડા વંટોળથી પત્રકાર કદી પણ ફળ્યો નથી : મહેશ કસવાલા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું કે, સમાજને જીવંત રાખવાનું કામ પત્રકાર કરે છે. પ્રજાનો અવાજ,
સમસ્યાઓ પહોંચાડવાનું માધ્યમ પત્રકાર છે. પત્રકારોની તટસ્થતા સામે અનેક ચેલેન્જ છે. તેની વચ્ચે રહીને પત્રકા૨ ધર્મ નિભાવે છે. પત્રકા૨ વાવાઝોડા કે ઘંટોળની સામે ડગે નહીં તે પત્રકાર છે. પત્રકારતાનો મંચ બહુ મોટ છે. કાઠલો પકડીને પત્ર સાચો માર્ગ ચિંધી શકે તો એ પત્રકાર છે. પત્રકારોના ધૈર્ય, વ્યવસ્થા અને કુનેહને તેમણે સલામ કરી હતી.
બોકસ
છે સત્તાપક્ષ અને વિરોધપક્ષને એક મંચ પર પત્રકારો બેસાડી શકેઃ વિરજીભાઇ ઠુંમર પુર્વ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું કે, સતા પક્ષ અને વિરોધપક્ષને પત્રકારો એક કરીને એક મંચ પર બેસાડી શકે છે. વિકાસની વાત હોય ત્યાં રૂલીંગ પાર્ટી અને વિરોધપક્ષ એવા ભેદભાવ હોતા નથી. ડો. જીવરાજ મહેતાના સ્વપ્નનું અમરેલી બનાવવા
માટે સૌ સાથે મળીને કામ કરવાની તેમણે હાંકલ કરી હતી.
બોકસ
કે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભટ્ટનું મનનીય પ્રવચન
હૈ મુંબઇ સમાચા૨ સાથે ૧ જુલાઈ ૧૮૨૨થી ગુજરાતી પત્રકારિતાનો આરંભ પે જિલ્લાના વિકાસ માટે ગ્રામ્ય પત્રકારની ભૂમિકા મહત્વપૂર્ણઅમરેલી,
ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પત્ર ૧ જુલાઇ ૧૮૨૨ના શરૂ થયું જે મુંબઇ સમાચા૨ હતું. આ સાથે ગુજરાતી ભાષાના
પત્રકારત્વની શરૂઆત થઇ હોવાનું માનવામાં આવે છે. અમરેલી ખાતે યોજાયેલા અધિવેશનમાં વરિષ્ઠ પત્રકાર દિલીપ ભટ્ટે જણાવ્યું કે, પત્રકાત્વના મુળ એ જ ઉંડા દર
૨૨ ** પૌરાણીક કાળમાં નારદજીને આદિ પત્રકાર માનવામાં આવે છે. ગુજરાતી ભાષામાં પત્રકારત્વની શરૂઆ અને મુંબઇ સમાચાર એ ગુજરાતી ભાષાનું પ્રથમ પત્ર છે. ગામડાના પત્રકારોને તેમણે પ્રાદેશિક પત્રકા 2/3 રિપોર્ટીંગ સરપંચ, શાળાના આચાર્ય, તલાટી વિગેરે ચાર-પાંચ વ્યકિત દવાર પ્રેરિત ન હોવું જોઇએ પણ ખર માં મુહ કરીને પોતાની પ્રોડકટ વેચી શકે તે માટે જાગૃતિ લાવવી, હાલમાં નવી પેઢી ખેતીથી વિમુકત થઇ રહી છે તેના કારણો શોધવા વગેરે ક કરવું જોઇએ. જિલ્લાના વિકાસ માટે આ પ્રાદેશિક પત્રકારોની ખુબ જ મોટી ભૂમિકા છે. આ ઉપરાંત તેની તમામ પત્રકારોને ગૃપ ઇન્સ્યોરન્સ આપવા, જિલ્લાનું વાર્ષિક બુલેટીન તૈયાર કરીને બહાર પાઠવા, સવારથી સાંજ સુધી જ્ઞાન ચર્ચા જેવા કાર્યક્રમો યોજવામાં આવે તેના ઉપર ભાર મુકયો હતો.
બોકસ
કે બોગસ પત્રકારોને સંગઠનમાં સ્થાન નથીઃ કાત્રોડીયા હૈ ‘પત્રકારત્વ ધંધો નથી પણ સેવા, તંત્ર અને લોકો વચ્ચેનું માધ્યમ છે” પે પ્રજાની અપેક્ષા સૌથી વધુ પત્રકારો પાસે અમરેલી,
પત્રકારત્વએ કોઈ ધંધો નથી પણ સેવા છે અને તંત્ર તથા લોકો વચ્ચે પત્રકાર ઐ સરળ માધ્યમ છે. પ્રજાને પોતાના પ્રશ્નોના
ઉકેલ માટે સૌથી વધુ અપેક્ષા પત્રકારો પાસે હોય છે. અમરેલી ખાતે યોજાયેલા અધિવેશનમાં પત્રકાર એક્તા પરિષદના પ્રદેશ લાભુભાઇ કાત્રોડીયાએ કેવા સંજોગોમાં તેમના દવારા આ સંગઠનની શરૂઆત કરવામાં આવી તેનો ચિતાર આપ્યો હતો. હલમાં આ સંગઠન ગુજરાતના ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકાઓમાં પોતાની કારોબારી ધરાવે છે. બોગસ પત્રકારોને આ સંગઠનમાં કોઇ જ સ્થાન નથી. અહીં નાના કે મોટા એવા કોઇ જ ભેદભાવ નથી. તેમણે કહ્યું કે આ દેશમાં ખેડૂતો અને પત્રકારો સૌથી વધુ દુઃખી છે. પત્રકારત્વ એ ધંધો નથી, સેવા છે. કેટલાક પત્રકારોના માંડ ઘર ચાલે છે. પત્રકારત્વ પ્રજાના પ્રશ્નો રજુ કરવાનું સરળ માધ્યમ છે. લોકો આજે પણ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે પત્રકારો પાસે અપેક્ષા રાખે છે. માધ્યમમાં આવે તે પછી જ લોકો તેના ઉપર વિશ્વાસ કરતા હોય છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230306_22331826.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *