Maharashtra

ઋતિક રોશને આર્યન ખાનના સપોર્ટમાં શેર કરી પોસ્ટ

મુંબઇ
૨ ઓક્ટોબરે દ્ગઝ્રમ્ની એક ટીમે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપ પર રેડ પાડી હતી. આ જહાજમાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી, જેમાં આર્યન ખાન હાજર હતો. જે બાદ એનસીબીએ આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ સહિત ઘણા લોકોને પોતાની કસ્ટડીમાં લીધા અને તેમની પૂછપરછ કરવામાં આવી. આજે ૭ ઓક્ટોબરે આર્યનને કોર્ટમાં રજૂ કરાશે. હવે જાેવાનું રહ્યું કે તેને જામીન મળે છે કે નહીં.શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન મુશ્કેલીમાં ફસાયો છે. ક્રુઝ શિપમાં ડ્રગ પાર્ટી મામલે આર્યન શનિવાર ૨ ઓક્ટોબરથી એનસીબીની કસ્ટડીમાં છે. આર્યન ડ્રગ્સના કેસમાં ફસાયો ત્યારથી તેને બોલિવૂડનો સપોર્ટ મળી રહ્યો છે. હવે ઋતિક રોશન આર્યનના સમર્થનમાં આગળ આવ્યો છે અને તેના માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. ઋતિક રોશને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરીને આર્યનને સપોર્ટ કરતાં પોસ્ટમાં લખ્યું કે, મારા પ્રિય આર્યન, જીવન એક વિચિત્ર સફર છે. તે ખૂબ જ સારી પણ છે, કારણ કે તે અનિશ્ચિત છે. ભગવાન દયાળુ છે. તે ટફ લોકોને જ ટફ વસ્તુઓ આપે છે. તમે જાણો છો કે તમને ત્યારે પસંદ કરાય છે, તમે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે તમારી જાતને સાચવવાનું દબાણ અનુભવી શકો છો. હું જાણું છું કે હવે તે તેને અનુભવ્યું હશે. ગુસ્સો, મૂંઝવણ, લાચારી. આ તે વસ્તુઓ છે જે તમારી અંદરથી એક હીરોને બહાર લાવવા માટે જરૂરી છે. પરંતુ સાવચેત રહો, કારણ કે તે બધી સારી બાબતો જેવી કે દયા, કરુણા અને પ્રેમને પણ નષ્ટ કરી શકે છે. ભૂલો, નિષ્ફળતાઓ, જીત, સફળતા આ બધી વસ્તુઓ એક જેવી જ છે જાે તમને ખબર હોય કે તમારી સાથે શું રાખવું અને તમારા અનુભવમાંથી શું ફેંકવું. પરંતુ જાણી લો કે તમે બધાની સાથે વધુ સારી રીતે વિકાસ કરી શકો છો. હું તને એક બાળક તરીકે ઓળખું છું. હું તને એક મેન તરીકે ઓળખું છું. આને અનુસરો. તે દરેક વસ્તુને સ્વીકારો જેને તમે અનુભવો છો. આ તમારી ગિફ્ટ્‌સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *