નવી દિલ્હી
મુંબઈના નાર્કોટિક્સ સેલે જણાવ્યું હતું કે તેમને માહિતી આપી હતી કે કેટલીક ઓર્ગેનાઇઝ્ડ સિન્ડિકેટ રાજસ્થાનના પ્રતાપગઢમાંથી મુંબઈમાં હેરોઇનનો સપ્લાય લાવી રહી છે. તેથી સોમવારે દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં જાળ પાથરવામાં આવી હતી તથા હાકીમ ગુલ ખાન અને તેના સાથીદાર જિવણલાલ ભેરુલાલ મીણીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને ખાન અને મીણા પાસેથી ૪.૫ કિગ્રા અને ૫૦૦ કિગ્રા હેરોઇન મળ્યું હતું. આ જથ્થાની કિંમત આશરે શ્૧૫ કરોડ થાય છે. આ વર્ષના જાન્યુઆરી પછીથી મુંબઈ પોલીસે ૩,૩૩૩ ડ્રગ કેસમાં ૩,૫૭૫ વ્યક્તિની ધરપકડ કરી છે અને કુલ ૩,૮૧૩ કિગ્રા નાર્કોટિક્સ જપ્ત કર્યું છે. જેની કિંમત શ્૮૬.૫૦ કરોડ થાય છે.ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટમાં સામેલ ત્રણ આફ્રિકન નાગરિકોની દ્વારકામાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી શ્૧૩ કરોડનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. બીજી તરફ મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)એ શ્૧૫ કરોડના હેરોઇન સાથે રાજસ્થાનના બે ડ્રગ સપ્લાયની ધરપકડ કરી હતી, એમ બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે દિલ્હીના દ્વારકામાંથી ડ્રગ સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ સ્ટેન્લી ચીમેઇઝ અલાસોન્યે (૪૧ વર્ષ), હેનરી ઓકોલી (૪૧) અને ઉચેચુકવુ પીટર ઇગ્બોનાજુ (૩૭)ની ૧ કિગ્રા અને ૩૦૦ ગ્રામ હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ તાજેતરમાં ઉત્તમનગર અને મોહન ગાર્ડનમાં સક્રિય હતી. આરોપીએ પાસે ગેરકાયદેસર રીતે ઘુસ્યા હતા અને વેલિડ વિઝા નથી. પોલીસે જણાવ્યું હતું કે આ નશીલા રશિયા થઈને નાઇજિરિયામાંથી ભારતમાં આ નશીલા પદાર્થનું સ્મગલિંગ કરવામાં આવ્યું હતું. દ્વારકાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉથી મળેલી માહિતીને આધારે પોલીસે ૧ ઓક્ટોબરે મોહન ગાર્ડનમાં જાળ બિછાવી હતી અને એક કિગ્રા હેરોઇન સાથે બે આરોપીને પકડ્યા હતા. આ બંને ગુનેગારો ૨૦૧૯માં બાંગ્લાદેશમાંથી ભારત આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે આ હેરોઇન રશિયામાંથી આફ્રિકા આવ્યું હતું અને પછી ભારત પહોંચ્યું હતું. ઘણીવાર બાંગ્લાદેશ અને નેપાળમાંથી પણ નાર્કોટિક્સ ભારતમાં લાવવામાં આવે છે.


