સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આજરોજ લગભગ છ વાગ્યા પછી જોરદાર પવન ફૂંકાવો શરૂ થયો.. લગભગ અડધી કલાક જેટલાં સમય સુધી પવન ફૂંકાયો હશે.. ધીમે ધીમે વાતાવરણ શાંત થયું. પરંતુ આકાશમાં દૂર છવાયેલા કાળાડિંબાગ વાદળો વચ્ચે આ ભરઉનાળે મેઘધનુષ કંડારાયેલું.. આ અદભૂત અને નયનરમ્ય દ્રશ્ય એક તરફ સૂર્યાસ્ત અને સંધ્યા સમય અને બીજી તરફ આકાશમાં મેઘધનુષ રચાયેલું જોવા મળ્યું જાણે ધૂળેટી નિમિત્તે આકાશમાંથી કુદરતી રંગોની બોછાર કરવા તત્પર હોય તેવો માહોલ જોવા મળ્યો કુદરતની કરામતનો અલભ્ય નજારો જોવા મળ્યો.