યુવક પાસેથી સુસાઇડ નોટ મળી આવી:પરિવારજનો મને માફ કરજો
જેતપુર શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં રેડીમેન્ટ કપડાંની દુકાન ધરાવતા યુવકે પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો જોકે આ યુવકના મૃતદેહ પાસેથી પરિવારજનોને પાસે માફી માગતી સુસાઇડ નોટ પણ મળી આવી હતી પોલીસે આ મામલે કાર્યવાહી શરુ કરી છે.
બનાવની વિગતો મુજબ
જેતપુર શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તાર પાસે આવેલ રુદ્ર ફેશન નામની રેડીમેન્ટ કપડાંની દુકાન ધરાવતા અજયભાઈ સાતા નાં પુત્ર રવિ ઉ.વ.29 યુવાને આજે સાંજે પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઈ લેતાં તેનું મોત થયેલ હતું રવિ પરિવારજનો પાસે માફી માગતી સ્યુસાઇડ નોટ મળી આવી હતી મરણ જનાર આર્થિક ભીસને કારણે ઝેરી દવા પીધી હોવાનું અનુમાન થઈ રહ્યું છે એ અંગે વધુ જેતપુર સિટી પોલીસ તપાસ ચલાવી રહી છે.