*માઁ અંબા સત બુદ્ધિ આપે ફરાળી ચીકી ચાલુ કરવા પાછળ રાજકારણ કોનું છે…?*
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચીકીનો પ્રસાદી અંબાજી મંદિર ચાચર ચોક ખાતે શરૂ કરવામાં આવી છે પણ પ્રસાદી શબ્દ જ્યારે લાગે કે માતાજીને નિવેદ માં પ્રસાદ રૂપે ફરાળી ચીકી ધરાવવામાં આવે અને પછી જ યાત્રિકોને ભેટ કાઉન્ટરથી વેચવામાં આવે ત્યારે જ એને ફરાળી ચીકી પાછળ પ્રસાદ શબ્દ લાગી શકે છે પણ ગૃહ ઉદ્યોગમાંથી સીધી બની પેકિંગ થઈ અને મંદિર ચાચા ચોક ખાતે તેની સિદ્ધિ યાત્રિકોને વેચણી કરવામાં આવે તો ફરાળી ચીકીને શું પ્રસાદી તરીકે ગણી શકાય…?
આ જ મોટો પ્રશ્ન યાત્રિકોના મનમાં પણ ઉત્પન્ન થઈ રહ્યો છે જ્યારે મહાપ્રસાદ મોહનથાળ નો પ્રથમ ગોણ બનતા પહેલા જ અંબાજી મંદિરમાં માતાજી સમક્ષ મોહનથાળ ની પ્રસાદીનો ભોગ માતાજીને લગાવવામાં આવે છે ત્યારબાદ ભેટ કાઉન્ટર પ્રસાદ ઉપર પ્રસાદી તરીકે મોહનથાળ ના પેકેટ યાત્રિકોને વિતરણ કરવામાં આવે છે આજ સનાતન હિંદુ ધર્મમાં આદિકાળથી પ્રથા ચાલતી આવી રહી છે પ્રસાદીનો મતલબ જેમાં પ્રભુના સાક્ષાત દર્શન થાય એને કહેવાય પ્રસાદ
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*