Maharashtra

કીયારા અડવાણીએ હોળી પર શેર કરી લગ્નની અનસીન તસવીરો, થઇ ગઈ ખુબ વાઈરલ

મુંબઈ
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ હોળીના મોકા પર પોતાના ફેન્સને ખાસ ગિફ્ટ આપી છે. કિયારા અડવાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હલ્દી સેરેમનીની ખાસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. તસવીરોમાં કિયારા અડવાણી સિદ્ધાર્થને હલ્દી લગાવતી જાેવા મળી રહી છે. કિયારા અડવાણીએ પોતાની હલ્દી સેરેમનીની તસવીરો શેર કરતા ફેન્સને હોળીની શુભકામના આપી છે. તેણે લખ્યુ, “મારા અને મારા પ્રેમની તરફથી તમને અને તમારા પ્રેમાળ લોકોને હોળીની શુભકામના.” આ સાતે કિયારાએ ઘણા રંગોવાળી દિલની ઈમોજી પણ શેર કરી છે. કિયારાએ ઘણી તસવીરો શેર કરી છે. એક તસવીરમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એક બીજાની આંખોમાં ખોવાયેલા જાેવા મળે છે. તસવીરોમાં બંને સ્ટાર્સનાં મોઢા પર ખુશી સાફ જાેવા મળી રહી છે. બંનેના ગાલ પર હલ્દીનો રંગ પણ દેખાઈ રહ્યો છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગયા મહિને સાત તારીખે લગ્ન કર્યા હતાં. બોલિવૂડના આ ફેમશ કપલે રાજસ્થાનનાં જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતાં. બંનેના લગ્ન ખૂબ જ શાહી અંદાજમાં થયા હતાં, જેમાં પરિવાર સિવાય ઘણાં સ્ટાર્સ પણ હાજર રહ્યા હતાં. ફિલ્મ શેરશાહમાં સાથે જાેવા મળેલા સિદ્ધાર્થ અને કિયારા લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. લગ્ન બાગ બંને સ્ટાર્સે પહેલા દિલ્લીમાં હાજર સંબંધી અને મિત્રો માટે એક રિસેપ્શન રાખ્યુ અને પછી મુંબઈમાં ફિલ્મી સિતારાઓ સાથે ખાસ પાર્ટી કરી હતી. મુંબઈ રિસેપ્શનમાં ઘણા મોટા સ્ટાર્સ સામેલ હતાં.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *