Gujarat

સાવરકુંડલાના કલરવ બગડા એ કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ હાર્મોનિયમમાં પ્રથમ સ્થાન મેળવ્યું…

સાવરકુંડલાના કલરવ બગડા એ કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ હાર્મોનિયમમાં પ્રથમ સ્થાન મેળવ્યું…

અમરેલી : અમરેલીના સાવરકુંડલાના માધવ સંગીત ગ્રુપના વિદ્યાર્થી કલરવ બગડાએ કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ હાર્મોનિયમમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શિષ્યની આ સિદ્ધિથી કલાગુરુ અરવિંદ શેલડીયાની છાતી ગજ-ગજ ફૂલી ગઈ છે.

તાજેતરમાં અમરેલી ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ક્લામહાકુંભમાં ૧૫ થી ૨૦ છે. વર્ષની વયજૂથની સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી પસંદ થયેલ કલાકારોએ ભાગ લીધો હતો. તેમાં કલરવ બગડાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. અગાઉ કલરવ સીલ્સરમાં ઝોન સ્તરે અને ઈડરમાં સ્તરે પ્રથમ આવ્યા હતા. કલરવના સંગીત શિક્ષક અરવિંદ શેલડિયાની સખત મહેનત આખરે રંગ લાવી. કલરવની આ સિદ્ધિ પાછળ શિક્ષક એવા દિપકભાઈ વાળા અને ઝાલાબાપુનું પણ પ્રોત્સાહન મળતું રહ્યું…

આ ઉપરાંત કલરવ માટે મહાકુંભમાં વગાડવા માટેની સુરિલા હાર્મોનિયમની વ્યવસ્થા કરનાર કંદર્પ ભટ્ટ અને સંગીત સાથી કાજલ ચુડાસમાનું પણ કલરવ ની આ સિદ્ધિમાં યોગદાન કેમ ભૂલી શકાય ? કલરવ સાથે હાર્મોનિયમમાં તબલા સાથે સંગત આપનાર મંત્ર ગોસ્વામી પણ તાજેતરમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવ્યો.

અમરેલીમાં યોજાયેલા કલામહાકુંભનુ સફળ અને અદ્દભુત આયોજન માટે ગુજરાતભરમાંથી આવેલા કલાકારોએ જીલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર, અશરફભાઈ કુરેશી, હરેશભાઈ. મેતલિયા, અરવિંદભાઈ બારૈયા, અગ્રાવત હરેશભાઈ મેતલિયા અને તેની ટીમે લગભગ એક અઠવાડીયા સુધી રાત દિવા એક કરી કલાકારોને સારું ભોજન, રહેવાની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત સુચારુ રીતે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી..

આ કાર્યક્રમમાં કુલ ૩૩ જીલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકાના કુલ ૨૯૦૦ વિદ્યાર્થીઓ અને કલાકારોએ હોશભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત અલગ અલગ જીલ્લામાંથી કલાકારો સાથે આવેલા કોચ અને સમગ્રના પ્રતિષ્ઠીત સંગીતજ્ઞ નિર્ણાયક તરીકે પધાર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું અમરેલી જીલ્લા યુવા વિકાસ અધિકારી અને રમત ગમત કચેરી દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું. અમરેલી તંત્ર દ્વારા કરવામાં આવેલ સારા આયોજનની ઉપદંડક, સાંસદ, તેમજ સાવરકુંડલાના ધારાસભ્યએ પણ નોંધ લીધી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિહ પરમારને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર:યોગેશ ઉનડક્ટ સાવરકુંડલા અમરેલી

IMG-20230311-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *