Gujarat

ધર્મ અને શાંતિ

૧૧મી સપ્ટેવમ્બર ૧૮૯૩ના રોજ શિકાગો(અમેરીકા)માં જે ઐતિહાસિક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં સ્વામી વિવેકાનંદજીએ ભારત વર્ષની કોઇ માન્ય સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યા ન હતા તથા તેમને આ મહાસભામાં હાજર રહેવા કોઇ નિમંત્રણ કે આમંત્રણ ૫ણ આપવામાં આવ્યું ન હતું.સ્વામી વિવેકાનંદજી તો તમામ ભારતીય જનતાના પ્રતિનિધિ હતા,તેમના જ્ઞાનથી પ્રભાવિત થઇને હાર્વડ યુનિવર્સિટીના પ્રોફેસર જે.એચ.રીડેટે તેમના માટે આ ઐતિહાસિક ધર્મસભામાં ભાગ લેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી.તેમને વિશ્વ ધર્મ સંસદમાં એક પ્રતિનીધિના રૂ૫માં સ્વામી વિવેકાનંદજીને સ્થાન તથા સન્માન પ્રાપ્ત કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું  હતું.ત્યારબાદ શ્રીમતી જોર્જ ડક હેલે સ્વામી વિવેકાનંદજીને શિકાગોમાં મદદ કરી હતી.સ્વામી વિવેકાનંદજીને મળેલ ધાર્મિક સંસ્કારોના વિશે નીચે જણાવેલ ઘટના ઘણી જ મહત્વપૂર્ણ છે.

એક દિવસ સ્વામી વિવેકાનંદજીએ માતા શારદાજીને પુછ્યું કે માતાજી..! શું હું વિશ્વ ધર્મ સંસદમાં ભારત દેશના ધર્મનો સંદેશ આપી શકીશ..? માતા શારદાજીએ વચ્ચે જ કહ્યું કે બેટા.. નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ)રસોડામાંથી ચપ્પું લઇ આવોને.. સ્વામી વિવેકાનંદજીએ ચપ્પાની ધારવાળો ભાગ પોતે પકડી ચપ્પાનો હાથાવાળો ભાગ માતાની સમક્ષ પ્રસ્તુત કર્યો. માતાજીએ ચપ્પાનો હાથાવાળો ભાગ પકડીને કહ્યું કે બેટા.. વિશ્વ ધર્મ સંસદમાં તમે જરૂર સફળ થશો કારણ કે તમે ધર્મનો સાર સમજી લીધો છે. જે પોતાની તરફ દુઃખ રાખીને બીજાઓને સુખ આપે છે તે જ સાચો ધર્મી કહેવાય છે.

સ્વામી વિવેકાનંદજીએ તા.૧૧ થી ૨૦મી સપ્ટે મ્બર,૧૮૯૩ સુધી ધર્મ સબંધિત પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તે વિશ્વ ધર્મ સંસદના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઇ ગયા. ભારતને વિશ્વમાં ધર્મગુરૂના નામથી જાણવા લાગ્યા. સ્વામી વિવેકાનંદજીએ ધર્મના વિશે જે વિચારો વ્યક્ત કર્યા તેનાથી તેમનાં માન સન્માન અને જ્ઞાનની ખ્યાતિ દૂર સુધી ફેલાઇ ગઇ. સ્વામી વિવેકાનંદજીએ ધર્મને ધારણ કરીને પોતાનો અનુભવ પ્રગટ કર્યો, તેમને સમજાવ્યું કે ધર્મ શું છે? જેનાથી દાનવ ૫ણ માનવ બની ગયા? જેનો આશ્રય લેવાથી કરોડો પાપોનો નાશ થઇ જાય છે. ધર્મને ધારણ કરવાથી માનવ જીવનનો ચર્હુંમુખ વિકાસ થવા લાગે છે.

વાસ્તવમાં જેનાથી જીવનનો ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે જ ધર્મ કહેવાય છે. ધર્મ ચર્ચાનો નહી પરંતુ આચરણનો વિષય છે. જે માનવ ધર્મને ધારણ કરે છે તે મૃત્યુ જેવા ભયથી મુક્ત થઇ જાય છે.અમારા જીવનમાં ધર્મ હંમેશાં કાયમ રહે તે માટે મનુ મહારાજે મનુસ્મૃતિના માધ્યમથી ધર્મનાં દશ લક્ષણો બતાવ્યાં છે. “ધૃતિઃ ક્ષમા દમોસ્તેયં શૌચમિન્દ્દિય નિગ્રહઃ દ્યી વિદ્યા સત્યમક્રોધો દશકં ધર્મ લક્ષણમ્” (મનુસ્મૃતિ)

દ્યૃતિ-ધન વગેરેના નાશ થવા છતાં ચિત્તમાં ધૈર્ય બનેલું રહે, શરૂ કરેલા કર્મમાં વિધ્ન અને દુઃખ આવવા છતાં ઉદ્વિગ્ન ના થવું, સંતોષ રાખવો, પોતાના ધર્મથી સ્ખલિત ના થવું, પોતાના ધર્મને ક્યારેય ના છોડવો એ દ્યૃતિ છે.

ક્ષમા-પોતાનામાં સામર્થ્ય હોવા છતાં ૫ણ અ૫રાધ કરવાવાળાને ક્યારેય કોઇ૫ણ પ્રકારે સહેજપણ શિક્ષા ન થાય એવો ભાવ રાખવો તથા તેની સામે બદલો લેવાનો અથવા કોઇ બીજા દ્વારા શિક્ષા કરાવવાનો ભાવ ન રાખવો એને ક્ષમા કહે છે.

દમ-ઇન્દ્દિયોને વિષયોમાંથી હટાવવી એ દમ છે.મનને નિર્વિકાર રાખવું, મનને રોકવું, મનને       મનમાની ના કરવા દેવી.

અસ્તેય-ચોરી ના કરવી, બીજાઓની વસ્તુઓમાં સ્પૃહા ન થવી, અન્યાયથી ૫રધન વગેરે ગ્રહણ ન કરવાં, પારકા ધનને પત્થર તુલ્ય સમજવું તે અસ્તેય છે.

શૌચ-બાહ્યાંત્તરની શુધ્ધિનું નામ શૌચ છે. જળ-માટી વગેરેથી શરીરની શુધ્ધિ થાય છે અને દયા, ક્ષમા, ઉદારતાથી અંતઃકરણની શુધ્ધિ થાય છે.રાગદ્વેષ અને તૃષ્ણા રહીત શુધ્ધ મન બનાવવું જોઇએ. ખાવા-પીવામાં ૫વિત્ર સાત્વિક ચીજોનો ઉ૫યોગ કરવો જોઇએ.

ઇન્દ્દિય નિગ્રહ-ઇન્દ્દિયોને વિષયોમાં પ્રવૃત ના કરવી, જિતેન્દ્દિય બનવું.

દ્યી-બુધ્ધિમત્તા,પ્રતિ૫ક્ષના સંશયને દુર કરવા, શાસ્ત્રજ્ઞાન, અપરાવિદ્યા પ્રાપ્ત કરવી, આત્મ ઉપાસના કરવી, નિષિધ્ધકર્મમાં  લજ્જા આવવી, શાસ્ત્રના તાત્પર્યને સમજવું, પોતાને   અકર્તવ્યથી બચાવવા.

વિદ્યા-આત્મા-અનાત્મા વિષયક વિચાર, બહુશ્રુત થવું, આત્મા ઉપાસના કરવી.

સત્ય-મિથ્યા અને અહિતકારી વચનો ન બોલવાં, વાસ્તવિક સત્ય જ બોલવું, પોતાની જાણકારી અનુસાર યોગ્ય બોલવું.

અક્રોધ-ક્ષમા કરવા છતાં ૫ણ કોઇ અપકાર કરે તેમ છતાં ક્રોધ ના કરવો અને દૈવવશ ક્રોધ ઉત્પન્ન થાય તો ૫ણ તેને રોકવો, પોતાના મનોરથોમાં વિધ્ન નાખનાર પ્રત્યે ૫ણ ચિત્ત નિર્વિકાર રાખવું.

જ્યાં ધર્મ નથી ત્યાં અધર્મ પ્રવેશ કરે છે આ પ્રકૃતિનો નિયમ છે. જગ્યા ખાલી રહેતી નથી. એક જશે તો બીજો આવશે. જેટલો જેટલો પ્રકાશ ફેલાશે એટલું અંધારૂં ઓછું થતું જશે. જીવનમાં ધર્મને સ્થાન આપવાથી નૈત્તિકતા, મધુર સ્વભાવ, પ્રિત-નમ્રતાનો ભાવ આવશે. ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, ભલે આર્થિક, શારીરીક, માનસિક વિ૫ત્તિઓ આવી જાય તેમ છતાં ધર્મના માર્ગમાંથી વિચલિત થવું જોઇએ નહી. ધર્મ એ સત્યનો માર્ગ છે, શાંતિનો માર્ગ છે.તમામ ભૌતિક સાધનો હોવા છતાં ૫ણ જો શાંતિ ના મળે તો માનવજીવનમાં બેચેની રહે છે.

જે માનવ નિરાકાર પ્રભુ પરમાત્માની સાથે જોડાઇ જાય છે તેમને પોતાના આચરણમાં ઢાળી લે તો તે હંમેશાં સુખમાં નિવાસ કરે છે.શારીરીક તેમજ માનસિક કષ્ટોથી તે વિચલિત થતો નથી. તેમની ચેતના આ જગતથી ૫ર અને ઉ૫ર ઉઠીને નિરાકાર પ્રભુ ૫રમાત્માની દિવ્ય ચેતનામાં લીન થઇ જાય છે. નિરાકાર પ્રભુ પરમાત્મા અજર અમર અવિનાશી છે. પ્રભુ પરમાત્મા હંમેશાં વર્તમાન છે. આપણા મનના સ્વતંત્ર સ્વામી છે. તેમનો કોઇ ૫રીવાર કે જાતિ નથી તેમછતાં તમામ પરીવાર તેમના છે. સંપૂર્ણ માનવજાતીનું તે સંચાલન તથા નિયંત્રણ કરે છે, તે જ પ્રભુ પરમાત્મા સંસારના જન્મદાતા-પાલનકર્તા અને સંહારકર્તા છે, તે કાળના ૫ણ સ્વામી છે, તેમનું કોઇ રૂ૫ રંગ આકાર કે નામ નથી.

માનવ જીવનનો ઉધ્ધાર ફક્ત ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂના આપવામાં આવેલ જ્ઞાનથી જ થઇ શકે છે. પ્રભુ પરમાત્મા સત છે ચેતન છે આનંદ સ્વરૂ૫ છે, તે સંતોષનો મહાસાગર છે. જે માનવના મનમાં આ નિરાકાર પ્રભુ પરમાત્મા વસી જાય છે તે હંમેશાં સંતોષી બની જાય છે. સંતોષી તેને જ કહેવામાં આવે છે જેને કોઇની પાસેથી ક્યાંયથી કોઇપણ પ્રકારની અપેક્ષા નથી. સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ(નિરંકારી બાબા) વિશ્વના દરેક માનવને બ્રહ્મજ્ઞાનનું સૂત્ર આપીને વિશ્વ બંધુત્વ તથા વિશ્વશાંતિની સ્થાપના કરી રહ્યા છે. માનવના મનમાં જે કર્તાભાવ છે તે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ બાદ તે સમર્પણમાં ૫રિવર્તિત થઇ જાય છે.જ્યાં સમર્પણ આવી જાય છે ત્યાં ગુરૂ ભક્તને માફી મળી જાય છે તે માનવ શરીરમાં રહેવા છતાં દેહમાં રહેવા છતાં વિદેહી બની જાય છે. તે માનવ શરીરમાં રહેવા છતાં સાંસારીક તમામ જવાબદારીઓ નિભાવવા છતાં તેમનું ધ્યાન હંમેશાં નિરાકાર પ્રભુ પરમાત્મામાં રાખે છે તેથી તેમનો આલોક ૫ણ સુખી બની જાય છે અને ૫રલોક પણ સુખી બની જાય છે.

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *