ગુજરાત સરકાર દ્વારા શહેરી સ્લમ એરિયા માટે દીનદયાળ ક્લિનિક મંજૂર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતમાં 1000 ક્લિનિકો બનાસકાંઠામાં 14 ક્લિનિકો અને પાલનપુરમાં 7 ક્લિનિકો મંજૂર કરવામાં આવ્યા છે આ ક્લિનિકો પૂર્વ ઉપ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા અને નગરપાલિકા પ્રમુખ *હેતલ બેન રાવલ* ના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યુ…
તા. 8/10/2021 થી બીજા નોરતે ઢુંઢીયાવાડી (ઓડવાસ) માં ક્લિનિક નું શુભારંભ કરવામાં આવ્યું છે અને *મનુભાઈ શંકરભાઈ ખંડાલીયા* દ્વારા ક્લિનિક ખોલવા માટે ની જગ્યા વિનામૂલ્યે સેવા રૂપે આપવામાં આવી છે અને અંબાજી માતાના પ્રસાદ ગ્રહણ કરીને ક્લિનિક નો શુભારંભ કરવામાં આવ્યો હતો
*પાલનપુર શહેર ના સામાજીક આગેવાન અંકિતભાઈ મોદી* અને ઢુંઢીયાવાડી ના સ્થાનિક લોકો
કેયુરભાઈ ખંડાલીયા,નરેશભાઈ મોદી,અજયભાઈ ઓડ,વિજયભાઈ સિંધલ,ભાવેશભાઈ ઓડ દ્વારા ક્લિનિક માં સેવા આપનાર *ડો. ઉર્વીશકુમાર પટેલ* નું માતાજી નો પ્રસાદ આપીને સ્થાનિક લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ક્લિનિક ખોલવાથી સ્થાનિક લોકોમાં હર્ષની લાગણી ઉભી છે
આ ક્લિનિક ખૂલવાથી સ્થાનિક લોકોને હવે ઢુંઢીયાવાડી છોડીને શહેરી વિસ્તાર કે કોઈ ક્લિનિકમાં જવાની જરૂર પડશે નહીં તેમને જરૂરિયાત દવા વિના મૂલ્યે મળી રહેશે તે માટે ઢુંઢીયાવાડી ના સ્થાનિક લોકો સરકારનો આભાર માને છે..


