સ્ટોકહોમ
૧૯૯૪ની સાલમાં બુકર પ્રાઇઝ માટે તેમની પેરેડાઇઝ નવલકથાને નોમિનેટ કરવામાં આવી હતી. નોબેલ કમિટિ ફોર લિટરેચરના ચેરમેન એન્ડર્સ ઓલ્સને તેમને સંસ્થાનવાદ પછીના સૌથી વધુ પ્રતિષ્ઠિત લેખક ગણાવ્યા હતા. નોબેલ પ્રાઇઝમાં વિજેતાને ૧ કરોડ સ્વિડિશ ક્રોનર (૧૧.૪૦ લાખ ડોલર)નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.સાહિત્યના ક્ષેત્રનું આ વર્ષનું નોબેલ પ્રાઇઝ ટાંઝાનિયાના લેખક અબ્દુલ રઝાક ગુરનાહને આપવામાં આવશે. સમાજના દબાયેલા કચડાયેલા વર્ગ ઉપર સામંતશાહી ્ને રાજાશાહીએ તે પ્રભાવ ઉભો કર્યો હતો તેના ઉપર અદભૂત લખાણ લખવા બદલ તેમનું વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મનોવાંચ્છિંત ગણાતા પારિતોષિક વડે સન્માન કરાર્શ અંગ્રેજાે અને શ્વેત પ્રજા દ્વારા વિશ્વભરમાં ફેલાવવામાં આવેલાં સંસ્થાનવાદના કારણે વિશ્વમાં કરોડો નિરાશ્રિતોનું ભાવિ તેમની સંસ્કૃતિ અને તેમના ખંડ વચ્ચે તદ્દન અનિશ્ચિત બનીને ઝોલાં ખાતું હતું. આ તમામ બાબતોનું ખુબ જ ઉંડાણપૂર્વકનું હ્રદયસ્પર્શી લખાણ લખીને ઉત્તમ સાહિત્યનું સર્જન કરનાર અબ્દુલ રઝાકના આ અભૂતપૂર્વ યોગદાનની સ્વિડનની રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા નોંધ લેવામાં આવી હતી. ૧૯૪૮માં ઝાંઝીબાર ટાપુ ઉપર જન્મેલા અને હાલ બ્રિટનના રહેવાસી એવા અબ્દુલ રઝાક યુનિવર્સિટિ ઓફ કેન્ટમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. અબ્દુલ રઝાક એક ઉત્તમ કોટિના લેખક છે કેમ કે તેમણે અત્યાર સુધીમાં ૧૦ નવલકથાઓ લખી નાંખી છે જેાં વિશ્વ વિખ્યાત બનેલી તેમની પેરેડાઇઝ નામની નવલકથાનો પણ સમાવેશ થાય છે.