વોશિંગ્ટન
ટ્રમ્પ તંત્ર દરમિયાન એનએસએ રહેલા જનરલ (સેવા નિવૃત્ત) એચ. આર. મેકમાસ્ટરે અફઘાનિસ્તાન પર કોંગ્રેસની શક્તિશાળી સમિતિ સમક્ષ જુબાની આપતા કહ્યું કે એ માનવું ભૂલભરેલું છે કે તાલિબાન અથવા તાલિબાનના માધ્યમથી માનવીય ઉદ્દેશ્યો માટે અપાનારા કોઈપણ ભંડોળનો ઉપયોગ સૌથી પહેલાં તાલિબાનો પોતાની તાકત મજબૂત કરવા માટે કરશે અને તે પહેલાંથી પણ મોટું જાેખમ બનશે. તેમણે કહ્યું કે, આપણે એવી સ્થિતિમાં છીએ જ્યાં આપણે હકીકતમાં એક અસાધારણ દુવિધાનો સામનો કરી રહ્યા છીએ. તાલિબાનને સશક્ત કર્યા વિના માનવીય સંકટ ઓછું કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. મને નથી લાગતું કે અમે પાકિસ્તાનને કોઈપણ સહાય કરવી જાેઈએ. મને લાગે છે કે પાકિસ્તાને લાંબા સમયથી અમેરિકાની સહાયનો લાભ લીધો છે. ટ્રમ્પ તંત્રના શાસનમાં જ અમેરિકો પાકિસ્તાનને અપાતી તમામ સલામતી સહાય અટકાવી દીધી હતી. બાઈડન તંત્રે હજી સુધી આ સુરક્ષા સહયોગ શરૃ કર્યો નથી.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી કરાયેલી તેમની ટીપ્પણીઓ માટે જવાબદાર ઠેરવવા જાેઈએ. સાથે જ હક્કાની નેટવર્ક, તાલિબાન અને લશ્કર-એ-તોયબા જેવા સંગઠનો સહિત અન્ય જેહાદી આતંકીઓને સમર્થન આપવા માટે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડી દેવું જાેઈએ.