Gujarat

જૂનાગઢ જિલ્લામાં NFSA અને PMGKY હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨,૦૩,૪૧૬ મે.ટનથી વધારે અનાજનું જરૂરીયાતમંદોને વિતરણ કરાયું

રાજયના ગરીબો-જરૂરિયાતમંદોને રાહત દરે તેમજ વિનામૂલ્યે અનાજ ઉપલબ્ધ થાય તે માટે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – (NFSA) ૨૦૧૩ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના – PMGKY કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે છેલ્લા બે વર્ષમાં એટલે કે જાન્યુઆરી ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કુલ ૨,૦૩,૪૧૬.૮૦૭ મેટ્રિક ટન અનાજના જથ્થાનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે, તેમ વિધાનસભાગૃહમાં તારાંકિત પ્રશ્નોત્તરીમાં પ્રશ્નના જવાબમાં વિગતો આપતા જણાવ્યું હતું.

વધુમાં જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં NFSA અને PMGKY અંતર્ગત કેશોદ તાલુકામાં ૨૯,૯૩૦.૭૯૮ મેટ્રિક ટન, જૂનાગઢમાં ૧૭,૭૧૫.૯૪૮ મેટ્રિક ટન, જુનાગઢ ઝોનલ-૧માં ૧૬,૧૪૩.૬૧ મેટ્રિક ટન, જૂનાગઢ ઝોનલ-૨ માં ૧૫,૨૬૧.૯૨૩ મેટ્રિક ટન, ભેંસાણમાં ૧૦,૧૨૦.૧૭૫, માણાવદરમાં ૧૯,૧૭૩.૪૦૩, માળીયા હટીનામાં ૨૪,૭૬૯.૫૧૩, માંગરોળમાં ૩૩,૧૦૩.૬૩૭, મેંદરડામાં ૧૦,૮૨૦.૨૮૨, વંથલીમાં ૧૪,૦૦૪.૯૩૯ તેમજ વિસાવદર તાલુકામાં ૧૫,૩૭૨.૫૭૯ મેટ્રિક ટન એમ કુલ ૨,૦૩,૪૧૬.૮૦૭ મેટ્રિક ટન અનાજના જથ્થાનું રાહત દરે-વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં NFSA નો અમલ તા. ૦૧ એપ્રિલ ૨૦૧૬થી જ્યારે PMGKYનો અમલ એપ્રિલ ૨૦૨૦થી કરવામાં આવ્યો છે તેમ જવાબમાં આ અંગે વધુ વિગતો આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *