Gujarat

લીલીયા મોટા ના સ્મશાન ગૃહમાં ભોળાનાથ ની મૂર્તિ પ્રાર્થના મંદિર માં સ્થાપના કરવામાં આવી

આજરોજ લીલીયા મોટા ખાતે આવેલા સ્મશાન ગૃહ ના પ્રાર્થના મંદિર માં દેવાધી દેવ મહાદેવની પ્રતિમા મૂકવામાં આવી આ પ્રતિમા લીલીયા સરપંચ જીવનભાઈ વોરા તરફથી મૂકવામાં આવેલ આજરોજ બપોર બાદ લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા ના ઘરેથી ભોળાનાથ મૂર્તિ ડીજે ના તાલ સાથે શહેરની બજારોમાં ફરીને મોક્ષ ધામ ખાતે આવેલ પ્રાર્થના મંદિર માં સ્થાપના કરવા માં આવી જેમાં લીલીયા ની જાહેર જનતાને બજરંગ સેવા સંસ્થાન દ્વારા આમંત્રિત કરાયેલ ત્યારે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા શોભાયાત્રામાં જોડાયેલ અને હર હર મહાદેવના નાદ થી લીલીયા શહેરની બજાર ગુંજી ઉઠેલ આ તકે લીલીયા સરપંચ જીવનભાઈ વોરા વિજયભાઈ શેખલીયા દિલીપભાઈ શેખલીયા ડોક્ટર કુભાણી સાહેબ ડો ધામત સાહેબ એડવોકેટ કિશોરભાઈ પાઠક કેપ્ટન ધામત કલ્પેશ વિરાણી શાસ્ત્રી મિતુલ દાદા  સહિતના વેપારી મિત્રો નગરજનો આ તકે ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230313-WA0022-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *