કેનબરા
ફ્રાંસની નારાજગી એ હતી કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટને નવું મિલિટરી ઓર્ગેનાઇઝેશન તૈયાર કર્યુ તે પહેલા પોતાને વિશ્વાસમાં લીધું ન હતું. ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસને અંધારામાં રાખીને છેક છેલ્લે જાણ કરી હતી. અમેરિકાએ ફ્રાંસને સમજાવવા ખૂબ પ્રયાસ કર્યા છે. ફ્રાંસને અસલી નારાજગી ઓસ્ટ્રેલિયા સાથે હોવાથી કેનબરાથી પોતાના રાજદૂત પાછા બોલાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયા માટે ફ્રાંસ એક મિત્ર દેશ હોવાથી સમજાવવા પ્રયત્નો ચાલું રાખ્યા હતા. ફ્રાંસ સાથેનો ડિફેન્સ કરાર રદ થયો એમાં ઓસ્ટ્રેલિયાને પણ ૧.૮ અબજ ડોલરનું નુકસાન થયું છે કારણ કે આટલા તો નાણા ખર્ચાઇ ગયા હતા. યૂરોપિય સંઘમાં ફ્રાંસ ખૂબજ સારો પ્રભાવ ધરાવે છે આથી સંઘ પણ ઓસ્ટ્રેલિયાથી નારાજ હતો. જાે કે ફ્રાંસે હવે પોતાના રાજદૂતને ઓસ્ટ્રેલિયા મોકલવાનું નકકી કરતા ફરી સંબંધો પાટા પર ચડશે એવું માનવામાં આવી રહયું છે.ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ વચ્ચે આમ તો મજબૂત સંબંધો રહયા છે પરંતુ ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૬માં ૬૦ અબજ ડોલરનો પરમાણું ખરીદી સોદો અચાનક રદ કરી નાખતા ફ્રાંસ નારાજ થયું હતું. ફ્રાંસે પોતાના રાજદૂતને કેનબરાથી પાછા બોલાવીને ઓસ્ટ્રેલિયાને તિવ્ર પ્રતિક્રિયા આપી હતી. જાે કે ફ્રાંસ હવે પોતાના રાજદૂતને ફરી કેનબરા મોકલવાનો ર્નિણય કરતા ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસના ર્નિણયને આવકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પ્રતિભાવ આપતા જણાવ્યું કે બંને દેશ દેશો વચ્ચેના સંબંધો એક સોદા કરતા પણ ઘણા આગળ છે. ફ્રાંસ સાથે પહેલાથી જ સારા સંબંધો છે તેને નવેસરથી સ્થાપિત કરવાની જરુર નથી. હિંદ-પ્રશાંતમાં ફ્રાંસનો પ્રભાવ,મહત્વ કોઇ એક સમજુતી પર આધારિત નથી.ફ્રાંસ અને ઓસ્ટ્રેલિયા અનેક મુદ્વે એક સાથે કામ કરી રહયા છે. ફ્રાંસ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવાના મૂળમાં અમેરિકા અને બ્રિટન સાથે મિલિટરી ઓગેર્ેનાઇઝેશન ઓકસની રચના છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકાની આ સમજૂતી ચીનને પ્રશાંત મહાસાગરમાં નિયંત્રણમાં રાખવા માટે છે. અમેરિકા અને બ્રિટને નવી થયેલી સમજૂતી અંર્તગત ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીનની ટેકનોલોજી આપવાની તૈયારી દર્શાવી છે જે ખરેખર તો ૨૦૧૬માં થયેલી સમજૂતી મુજબ ફ્રાંસ પાસેથી ખરીદવાનું હતું. બદલાયેલી પરીસ્થિતિમાં ઓસ્ટ્રેલિયા ડિફેન્સ મોરચે અમેરિકા અને બ્રિટનનું સાથીદાર બનવાથી ફ્રાંસની જહાજ બનાવતી કંપની નેવલ ગુ્પ સાથેનો સોદો રદ થયો જેનાથી ફ્રાંસ નારાજ રહે છે. ઓસ્ટ્રેલિયાની દરિયાઇ સુરક્ષા માટે પરમાણુ સબમરીન ખૂબજ મહત્વની છે. તે છેલ્લા બે દાયકાથી કોલિન્સ નામની બે સબમરીન ધરાવે છે. તેને અપગ્રેડ કરવાથી માંડીને નવી બનાવવા માટે ફ્રાંસ ભાગીદાર હતું પરંતુ હવે ઓકસ મિલિટરી સંગઠન હેઠળ અમેરિકા ટેકનોલોજી આપવા તૈયાર થયું હોવાથી ઘર આંગણે બનાવીને ઓસ્ટ્રેલિયા નાણા બચાવશે.