Delhi

એરફોર્સ ડે પર હિંડન એરબેઝ પર ફાઈટર વિમાનોએ દેખાડ્યો આકાશમાં દમ

નવી દિલ્હી
ભારતીય વાયુસેનાના ૮૯મા સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ ટિ્‌વટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘એરફોર્સ ડે પર વાયુ યોદ્ધા અને તેમના પરિવારોને શુભેચ્છા. ભારતીય વાયુસેના સાહસ, પરિશ્રમ અને વ્યવસાયિકતાનો પર્યાય છે. તેમણે પડકારોના સમયે દેશની રક્ષા કરવાની સાથે સાથે પોતાની માનવીય ભાવના પણ દેખાડી છે.’ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું હતું કે, ‘વાયુસેના દિવસ પર વાયુ યોદ્ધાઓ, પૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. રાષ્ટ્રને ભારતીય વાયુસેના પર ગર્વ છે જેણે શાંતિ અને યુદ્ધ દરમિયાન વારંવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. મને વિશ્વાસ છે કે, ભારતીય વાયુસેના ઉત્કૃષ્ટતાના પોતાના પોષિત માનકોને જાળવી રાખવાનું ચાલુ રાખશે.’ભારતીય વાયુસેના આજે શુક્રવારે પોતાનો ૮૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. દેશને ગૌરવાન્વિત કરનારા આ પ્રસંગે ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેઝ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો. ભારતી જેટ્‌સ અને હેલિકોપ્ટર્સે હિંડન એરબેઝ ખાતે પોતાનો દમ દેખાડ્યો. તેના પહેલા આજે સવારે વાયુસેનાના જવાનોએ આશ્ચર્યજનક કરતબો દ્વારા પોતાનું શૌર્ય રજૂ કર્યું. પૈરાટ્રુપર્સે હિંડન એરબેઝ ખાતે આશ્ચર્યજનક કરતબો દેખાડ્યા. આઝાદીના ૭૫મા વર્ષના પ્રસંગે આ વખતે એરફોર્સ ડે પરેડમાં ૭૫ જેટ્‌સ હિસ્સો લઈ રહ્યા છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી, નૌસેના પ્રમુખ કરમબીર સિંહ, સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત ભારતીય વાયુસેના દિવસ પ્રસંગે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પહોંચ્યા હતા. આજે ભારતીય વાયુસેના હિંડન એરબેઝ પરથી પોતાની શક્તિ પ્રદર્શિત કરશે. ફ્લાઈ પાસ્ટમાં સુખોઈ, મિગ-૨૯ અને રાફેલ જેવા ફાઈટર જેટ્‌સ પોતાનું શૌર્ય દેખાડશે.

Indian-Air-Force.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *