ગુન્હાની વિગતઃ-
આ કામે લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે દસેક માસ પહેલા ભારતીયા બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૧૩૭ તથા ફોરવ્હિલ તથા મોબાઇલ મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૧,૪૪,૫૬૫/- સાથે મુખ્ય આરોપી પકડાયેલ. જે અંગે લાઠી પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૮/૨૨ ગુજરાત પ્રોહિબિશન એકટ ક.૬૫એ-ઇ,૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જે કામે મજકુર આરોપી આજદિન સુધી નાસતો ફરતો હોય જેને જામનગરથી હસ્તગત કરેલ.
મ્હે. શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલીનાઓના ટેકનીકલ સોર્સીસ આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા લાઠી પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૮/૨૨ ગુજરાત પ્રોહિબિશન એકટ ક.૬૫એ-ઇ, ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબના કામે દસેક માસથી નાસતા ફરતા ઇસમને જામનગર મુકામેથી તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની ધટતી કાર્યવાહી કરવા લાઠી પો.સ્ટે. ને સોપવા તજવીજ કરેલ.
પકડાયેલ આરોપી :-
મોહીતગીરી ચેતનગીરી ગોસ્વામી ઉ.વ.૨૮ ધંધો-પ્રા.નોકરી રહે.ઢસા, નારાયણનગર તા.લાઠી જી.અમરેલી હાલ-જામનગર.
ગુન્હાહિત ઇતિહાસઃ- (૧) વલસાડ રૂરલ પો.સ્ટે. જી.વલસાડ પ્રોહી ગુ.ર.નં.૦૧૫૮/૨૦૧૮ પ્રોહી ક.૬૫(એ),૬૫(ઇ),૮૧,૯૮(૨) તથા
(૨) અંકલેશ્વર પો.સ્ટે. જી.ભરૂચ પ્રોહી ગુ.ર.નં.૨૧૨૫૭૯/૨૦૨૧ પ્રોહી ક.૬૫(એ),૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબના ગુન્હા મજકુર વિરૂધ્ધ રજી. થયેલ હોય
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના ટેકનીકલ માર્ગદર્શન હેઠળ શ્રી કે.જી.મયા(ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા પો.કોન્સ. સતારભાઇ શેખ, જીજ્ઞેશભાઇ પોપટાણી તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા એ રીતેના જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


