Gujarat

સાંતેજના આશ્રમના સેવક અને એક યુવતીની ક્રુર હત્યા કરનાર આરોપી એલસીબીના સકંજામાં

ગાંધીનગર
માનસિક અસ્થિર યુવવતીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા આરોપીએ તેને માથામાં પથ્થર માર્યો હતો અને જીવિત હાલતમાં જ કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ દારૂ પીતી વખતે નજીવી તકરાર થતાં મિત્રના ગળે ચપ્પાના ઘા મારીને ક્રુર હત્યા કરી હતી. હત્યાનો ભેદ ઉકલેવા માટે પોલીસે બાતમીદારો તથા વૈજ્ઞાનિક ઢબેથી તપાસ હાથ ધરી હતી. આ દરમિઆન પોલીસને શંકાસ્પદ અંગે નક્કર વિગતો મળી હતી. જેના આધારે તેની શોધખોળ હાથ ધરાઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આરોપી જીગર ઉર્ફે જીગો ઠાકોર (૨૧) અંગે બાતમી મળી હતી. જેથી તેને પકડીને એલસીબીની કચેરી લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેણે કબૂલ્યું હતું કે, એક વર્ષ પહેલા સાંતેજ ગીરનારી આશ્રમ નજીક સંજયસિંહ ઉર્ફે કાળુની હત્યા કરી હતી. જીગરની વધુ પૂછપરછ દરમિયાન તેણે જ્યોત્સના નામની યુવતીની હત્યાનો ગુનો પણ કબૂલ્યો હતો. માનસિક રીતે અસ્થિર જ્યોત્સના સાથે તેની મિત્રતા હોવાથી દારૂ પીધા બાદ જીગર તેને એકાંત જગ્યાએ લઈ જઈ લાભ લેતો હતો. લોકડાઉન દરમિયાન તે જ્યોત્સનાને રિક્ષામાં લઈ ગયો અને ઝાડીવાળી જગ્યાએ લઈ જવા દબાણ કર્યું હતું. પરંતુ જ્યોત્સનાએ ના પાડીને દોડવા લાગી તો પથ્થર મારીને પાડી દીધી હતી અને બાદમાં તે ભાનમાં હોવા છતાં તેને જીવિત કેનાલમાં ફેંકીને જતો રહ્યો હતો.સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવક અને યુવતીની ક્રુર હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ ૨૦૨૦માં અલગ-અલગ સમય થયેલી હત્યામાં એક જ આરોપીનો હાથ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *