કેશોદ શહેર દિવસે દિવસે વિકસી રહ્યું છે અને સાથોસાથ સરકાર દ્વારા વિકાસ માટેની તકો કેશોદને પૂરી પાડવામાં આવી રહી છે થોડા સમય પહેલા જ કેશોદનું એરપોર્ટ શરૂ કરવામાં આવેલું હતું અને નવા ઓવર બ્રીજ ની માગણી કરવામાં આવેલ છે
આજરોજ કેશોદ નાં નાગરિકો માંટે એસ. ટી. વિભાગ દ્વારા કેશોદ માંટે નવી શુવિધામાં વધારો કરવામા આવેલ છે આજરોજ કેશોદ એસ ટી વિભાગ દ્વારા કેશોદ થી બરોડા ની લાંબા રૂટ ની ટુ બાય ટુ ની બેઠક વ્યવસ્થા સાથે કેશોદનાં પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપળીયા, પ્રવીણભાઈ ભલારા, ઉપ પ્રમૂખ ગૌરાંગભાઈ વ્યાસ અને એસ ટી નાં સિધ્ધરાજ સિંહ રાયજાદા દ્વારા લિલી જંડી આપી શરુઆત કરવામાં આવી હતી બપોરના 12વાગે તથા રાત્રે 9.15 વાગે કેશોદ થી ઉપડશે આને ટુ બાય ટુ સીટ ની વ્યવસ્થા હોવાથી નાગરિકો અને વેપારીઓ ને જવા આવવા માટે સારી સુવિધા મળી રહેશે
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ


