Gujarat

જેતપુરના ફૂલવાડી વિસ્તારમાં યુવકને વીજ કરંટ લાગતા મોત

જેતપુર શહેરના ફૂલવાડી રામજી મંદિર રોડ વિસ્તારમાં રહેતા યુવકને ઘરે પાણીની મોટર ચાલુ કરતી વેળાએ વીજઆંચકો લાગતાં મૃત્યુ નિપજયું હતું
આ બનાવની વિગત એવી છે કે જેતપુર શહેરના ફૂલવાડી રામજી મંદિર વિસ્તારમાં રહેતો પિયુષ કરસનભાઈ ડાભી (ઉંમર વર્ષ ૨૨) કે ગઈકાલે તેમની ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતાં તેને એકાએક વીજ આંચકો લાગ્યો હતો. જેથી તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પરિવારજનો એ પોલીસને જાણ કરતાં જેતપુર સિટી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

IMG-20230314-WA0220.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *