ગીરગઢડા પોલીસે ગુન્હામાં પકડાયેલ લાંબા સમયથી પડતર પડી રહેલા બાઈક, કાર સહિત અલગ અલગ કુલ ૭૧ વાહનોની હરાજી
કરવામાં આવી હતી. આ હરાજીમાં મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ હાજર રહ્યાં હતાં. આ હરાજી ગીરગઢડા પોલીસ સ્ટેશન
ગ્રાઉન્ડમાં તાલાલાના સર્કલ પી આઈ, ગીરગઢડા પીએસઆઈ તેમજ મામલતદાર સહીતની ઉપસ્થિતિમાં લાખો રૂપિયાની કિંમતના
વાહન મુદામાલની હરાજી કરી નિકાલ કરવામાં આવેલ છે…..
ગીર સોમનાથ દ્વારા ગુનાના કામે તેમજ એમ.વી.એકટ કલમ-૨૦૭ ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ વાહનો લાંબા સમયથી પડતર
પડી રહેલા હોય તેનો કાયદાકિય રીતે સત્વરે નિકાલ કરવા સુચના મુજબ વી.આર.ખેંગાર, નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ ડીવીજન
નાઓના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઇન્સ. એમ.યુ.મસી. તાલાલાની સુચના તથા માર્ગદર્શન હેઠળ અલગ અલગ મોડેલના કુલ-
૩૧ વાહનો જેમાં બાઈક, કાર તેમજ થ્રી વ્હીલનો સમાવેશ થાય છે. જે ગુનાનામાં તેમજ એમ.વી.એકટ કલમ-૨૦૩ ની જોગવાઇ
હેઠળ ડીટેઇન કરેલ વાહનો લાંબા સમયથી પડતર પડી રહેલા હોય તેની કાયદાકિય રીતે તેનો નીકાલ કરવા જાહેર હરાજી કરવામાં
આવી હતી.
જેની ડીપોઝિટ તા.૧૦ થી તા.૧૨ માર્ચ ૨૦૨૩ સુધી વેપારીઓ પાસે ભરાવવામાં આવેલ હતી. અને ગીરગઢડા પોલીસ સ્ટેશન
ગ્રાઉન્ડમાં તાલાલાના અધ્યક્ષતામાં સર્કલના પી આઈ એમ.યુ.મસી. ગીરગઢડા પીએસઆઈ જે.આર.ડાંગર તેમજ મામલતદાર મેણાંત
સહીતની ઉપસ્થિતિમાં જાહેર હરાજી કરવામાં આવેલ હતી. અને આ હરાજીમાં આશરે ૩૦૦ જેટલા વેપારીઓએ ભાગ લીધેલ હતો.
અને ગીર સોમનાથના એ.આર.ટી.ઓ દ્વારા આ વાહનોની બેઝ કિં. રૂા.3,55,000 જેટલી નક્કી કરવામાં આવેલ હતી. અને આ
કુલ-૭૧ વાહનો હરાજી દરમ્યાન આશરે કિં. રૂા.7,66,000માં વેચાણ થયેલ છે. આ સમગ્ર હરાજીની કામગીરી ગીરગઢડા પોલીસ
સ્ટેશનના દક્ષાબેન વાઢેર, નિલેષગીરી મેઘનાથી, બી.બી.બરાડીયા, મનીષાબેન ડાભી સહીત સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી…


