ડીસા
ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતા વચ્ચે રિક્ષા આવી ગઇ હતી. જેના કારણે રિક્ષાનો કુચ્ચો વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણેય વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. સ્થાનિક લોકોની મદદથી દુર્ઘટનાની જાણ ડીસા પોલીસ અને ફાયર વિભાગને કરાતાં તેઓ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આ ગોઝારા અકસ્માતમાં ત્રણથી વધુ લોકો આગની ઝપેટમાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. જાેકે, રિક્ષામાં કેટલા પેસેન્જર હતાં તે હજુ જાણી શકાયું નથી.રાજ્યમાં અકસ્માતોની વણઝાર વચ્ચે ફરી એકવાર આજે ગમખ્વાર રોડ અકસ્માતના અહેવાલ મળ્યા છે. બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ નજીક ચાર વાહનો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ બે ટ્રક અને રીક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે રીક્ષામાં સવાર ત્રણ લોકો જીવતા ભૂંજાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટાળેટોળા ઉમેટ્યા હતા અને ટ્રાફિક જામ થયો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાની વિગત ડીસા પોલીસ અને ફાયર બ્રિગેડને કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.